મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના કાલીકા પ્લોટમાં આરીફ મીરની માતાના ઘર ઉપર દાઉદ પલેજાની ગેંગનો હુમલો


SHARE







મોરબીના કાલીકા પ્લોટમાં આરીફ મીરની માતાના ઘર ઉપર દાઉદ પલેજાની ગેંગનો હુમલો

મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતી આરીફ મીરની માતાના ઘરે દાઉદ મામદ પલેજા સહિત નવ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને પાઈપ, ધોકા વડે તેના ઘરના દરવાજમાં નુકશાન કર્યું હતું તેમજ સોડા બોટલ અને પથ્થરના છૂટા કરીને ઘર વખરીમાં પણ નુકશાની કરવાં આવી હતી અને આરીફ મીરની માતા સહિત બીજી બે મહિલાઓના ઘરમાં પણ નુકસાની થઈ હતી જેથી કરીને આરીફ મીરની માતાએ હાલમાં દાઉદ પલેજા સહિત નવ શખ્સોની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરે છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં નર્મદા હોલ પાસે રહેતા આરીફ મીરની માતા મુનિરાબેન ગુલામભાઇ ઘોળા જાતે મીર (૫૫)એ હાલમાં દાઉદ મામદ પલેજા, ઇમરાન મામદ પલેજા, અલી મામદ પલેજા, ફરદીન દાઉદ પલેજા, અરમાન ડાઉન પલેજા, રેહાન ઈમરાન પલેજા, વસીમ યુસુફ પલેજા, હરભજન ઉર્ફે ગેંડો ધવલસિંગ ખીચી અને રહિમ ઉર્ફે ટકો વાલીમામદ ચાનીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના બે પૌત્ર ફૈજ અને નઇમ મસ્જિદે નમાજ પઢવા માટે ગયા હતા ત્યારે તેની સાથે રેહાન પલેજાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને માથાકૂટ કરી હતી જે બાબતનો ખાર રાખીને તમામ આરોપીઓએ તેના ઘરે લોખંડના પાઈપ, ધોકા, સોડા બોટલ અને પથ્થર લઈને હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદી મહિલાના ઘર પાસે આવીને પહેલા બોલી ગાળો આપી હતી અને ત્યારબાદ ફરિયાદી મહિલાના ઘરના દરવાજા ઉપર અને ધોકા ફટકાર્યા હતા જો કે, ફરિયાદીએ દરવાજો નહિ ખોલતા દરવાજાઓમાં પાઇપ અને ધોકા મારીને નુકશાની કરી હતી તેમજ આરોપીઓએ બહારથી સોડા બોટલ અને પથ્થરના ફરિયાદીના ઘર ઉપર ઘા કર્યા હતા જેથી કરીને ફરિયાદી અને રાશીદાબેન તેમજ હાનિફાબેનના ઘરમાં ઘર વખરીમાં નુકસાન થયું હતું જેથી કરીને ભોગ બનેલા મુનિરાબેન ગુલામભાઈ ધોળા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દાઉદ મામદ પલેજા સહિત નવ શખ્સોની સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૩૩૬, ૪૨૭ અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News