અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

હળવદના યુવા આગેવાન તપન દવેના જન્મ દિવસની સેવા કાર્યો થકી ઉજવણી


SHARE





















હળવદના યુવા આગેવાન તપન દવેના જન્મ દિવસની સેવા કાર્યો થકી ઉજવણી

હળવદ શહેરના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સવારે ગૌશાળામાં ગૌમાતા માટે નીરણ નાખવામાં આવ્યું હતું. આ સિવાય શહેરમાં નિ:શુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન રજોધરજી હાઇસ્કુલ કરવામાં આવ્યું હતું.

કેમ્પનો 115 દર્દીઓએ લાભ લીધો હતો.દર્દીઓને કર્ડિયોગ્રામ, ડાયાબિટીસ તેમજ બ્લડપ્રશર જેવી તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી.કેમ્પમાં લાભ લીધેલ દર્દીઓમાંથી 50 કરતા વધુ દર્દીઓને આગળની સારવારનું માર્ગદર્શન આપવામાં આવેલ. નવજીવન વિકલાંગ સેવાશ્રમ ખાતે દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારીયા, ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, દિપકદાસજી મહારાજ, બિપીનભાઈ દવે, હસુભાઈ પંડ્યા, રણછોડભાઈ દલવાડી, મામલતદાર નાનજીભાઈ ભાટી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જીગ્નેશભાઈ કૈલા, અજયભાઇ રાવલ, ભાવેશભાઈ ઠક્કર, ઉર્વશીબેન પંડ્યા, જશુબેન પટેલ, પ્રદ્યુમનભાઈ પટેલ, સંગીતાબેન ભીમાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.










Latest News