મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સિરામિક કારખાનના કવાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત


SHARE







મોરબીના લખધીરપુર રોડે સિરામિક કારખાનના કવાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને મહિલાએ આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીપુર રોડ ઉપર આવેલ સુપિરિયર સિરામિક નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજસિંગ બાબુરામ ગૌતમના પત્ની રાનીદેવી રાજસિંહ ગૌતમ (ઉંમર ૨૪) એ પોતાના કવાર્ટરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મહિલાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવે છે

દેશીદારૂનો આથો

માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં પનારા તળાવની પાળ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં ૨૦૦ લીટર આથા સાથે મુકેશ ઉર્ફે ગુજી બાબુભાઈ દેગામાં જાતે કોળી (ઉંમર ૩૭) રહે. ખાખરેચી ગામ વાળાની ધરપકડ કરેલ છે






Latest News