મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વિઠ્ઠલપરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના વિઠ્ઠલપરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકના વિઠ્ઠલપર ગામમાં બાઇક ધીમું ચલાવવા માટે યુવાને બાઇક ચાલકને સમજાવ્યો હતો જો કે, તે માણતો ન હતો જેથી તેના ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતા શખ્સનાં ભાઈને આ બાબતે  સમજાવવા માટે ગયેલા યુવાન સહિત બે વ્યક્તિઓને ગામના પાટિયા પાસે આવેલ નર્મદાના પાણીના વાલ નજીક ત્રણ શખ્સોએ ગાળો આપીને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં વિઠ્ઠલપરમાં રહેતા દિનેશભાઇ શામજીભાઇ વીંજવાડીયા જાતે કોળી (ઉ.૪૨)એ હાલમાં વિજય ગોવિંદભાઇ સારલા, નવઘણ ઉર્ફે લાલો મનજીભાઇ સારલા અને પ્રવિણ ઉર્ફે કાનો મનજીભાઇ સારલા રહે. બધા વિઠ્ઠલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી વિજયનો નાનો ભાઇ સંજય તેનુ મોટર સાયકલ ફરીયાદીના ઘર પાસેથી ફુલ સ્પીડમાં ચલાવી નીકળતો હતો જેથી કરીને ફરીયાદીએ તેને  વારંવાર સમજાવવા છતા તે માનતો ન હતો જેથી કરીને આરોપી વિજયને સમજાવવા કહ્યું હતું જે તેને સારૂ ન લાગતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ફરીયાદી તથા સાહેદ ગણેશભાઇને ભુંડા બોલી ગાળો આપી હતી અને ઢીકા પાટુનો માર મારી આરોપી વિજયે એલ્યુમિનીયમની પટ્ટી વડે ગણેશભાઇને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા કરી હતી તેમજ ફરીયાદીને વાંસામાં, થાપાથી ઉપરના ભાગે તથા બંને પગમાં એલ્યુમિનીયમની પટ્ટી મારી મુંઢ ઇજા કરી હતી તો આરોપી પ્રવિણે ફરીયાદીને મોઢા પર નખ મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ અને જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News