વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબીમાં સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઈ પરમારની પ્રથમ પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભાના અધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રરહેવાના છે અને તેના હસ્તે ગાંધીબાગનું પુષ્પ ગોકળદાસભાઈ પરમાર સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવશે

કાલે તા ૨૮ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે સ્મૃતિગ્રંથનું વિમોચન, સ્ટેચ્યુનું અનાવરણ, આર્ટ ગેલેરી સહિતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, કબીરધામ આશ્રમના મહંત શિવરામદાસ ઉપસ્થિત રહેશે તેમ મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ દેવકરણભાઈ કણઝારીયાએ જણાવ્યુ છે

મામાદેવનો નવરંગ મંડપ

મોરબીમાં ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા જુના મહાજન ચોકમાં સાયન્ટીફીક વાળી શેરી પાસે ડેલાવાળાં મામાદેવના ૨૪ કલાકના મોજના નવરંગ મંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી શનિવાર તા.૭ ના રોજ થાંભલી રોપણ અને ભુવાના સામૈયા સવારે શુભ ચોઘડીયે કરાશે. અને મહાપ્રસાદ સાંજે ૬:૩૦ કલાકે રાખેલ છે અને થાંભલીના વધામણા તા.૮ ને રવિવાર સવારે કરાશે.






Latest News