હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદ પોલીસે ઘોડિપાસાના જુગારની રેડ કરતાં જુગારીઓમાં નાસભાગ: બે પકડાયા બે ફરાર


SHARE









હળવદ પોલીસે ઘોડિપાસાના જુગારની રેડ કરતાં જુગારીઓમાં નાસભાગ: બે પકડાયા બે ફરાર

હળવદના ભવાનીનગર ઢોરા પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસને જોઇને બે જુગારીઓ સ્થળ પરથી નાસી છૂટયા હતા જોકે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને ૧૭૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને નાસી છૂટેલા બે જુગારીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારની અંદર જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમવામાં હોવાની હળવદ તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને બે જુગારી પોલીસને જોઈને નાસી છૂટયા હતા જો કે, પોલીસે હાલમાં સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રકાશગીરી નવલગિરી ગોસ્વામી અને મનીષ ઠાકરશીભાઈ ઝિંઝુવાડીયા રહે. બંને ભવાનીનગર હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલ હસુભાઈ ગણેશશિયા રહે. હળવદ અને અલ્તાફ મુસાભાઇ ઘાંચી રહે. ભવાનીનગર હળવદ વાળાની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવે છે




Latest News