વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવળી નજીક જુગારની રેડ, પાંચ જુગારી ૨૭,૩૦૦ ની રોકડ સાથે પકડાયા: બે નાશી ગયા


SHARE







વાંકાનેરના રાતીદેવળી નજીક જુગારની રેડ, પાંચ જુગારી ૨૭,૩૦૦ ની રોકડ સાથે પકડાયા: બે નાશી ગયા

વાંકાનેર સિટી પોલીસ દ્વારા રાતીદેવળીથી તીથવા જવાના કુબા વાળા કાચા રસ્તે પવનચક્કી પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને બે જુગારીઓ તકનો લાભ લઈને નાશી ગયા હતા જો કે, પોલીસે હાલમાં પાંચ જુગારીઓની ૨૭૩૦૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાશી ગયેલા જુગારીઓને પકડવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવળી થી તીથવા જવાના કુબા વાળા કાચા રસ્તે પવનચક્કી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી હાલમાં અરજણભાઇ રવાભાઇ લામકા જાતે ભરવાડ (૪૨) રહે.પંચશીલ સોસા. કુવાડવા રોડ વાંકાનેર, રમેશભાઇ વિભાભાઇ ફાંગલીયા જાતે ભરવાડ (૨૪) રહે. રાતીદેવળી, મુકેશભાઇ લાલજીભાઇ સાબરીયા જાતે કોળી (૩૬) રહે . સજ્જનપર, મેહુલભાઇ વિનયચંદ્ર મારૂ જાતે લુહાર (૪૨) રહે. વાંકાનેર ઝાંપા શેરી જવાસા રોડ અને ઇબ્રાહીમભાઇ અલ્લારખાભાઇ હાલા જાતે સંધી (પપ) રહે.વાંકાનેર હાઉસીંગ સોસા. રેલ્વે સ્ટેશનની બાજુમાં વાળાને પકડવામાં આવેલ છે અને તેની પાસેથી પોલીસે રોકડા રૂપીયા ૨૭,૩૦૦ કબ્જે કર્યા હતા અને આ રેડ સમયે પોલીસને જોઈને હનીફભાઇ વકાલીયા મોમીન રહે તીથવા તથા નીઝામભાઇ મોમીન રહે તીથવા નાશી ગયા હતા જેથી કરીને પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

પાંચ બોટલ દારૂ

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામ પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે તલાશી લેતા તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૮૭૫ ની કિંમતનો દારૂ કબ્જે કરીને રાજકોટની ગાંધી વસાહતમાં રહેતા ભરત રામજીભાઇ રાઠોડ (૩૨) ની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂનો જથ્થો ક્યાથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News