મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી સિવિલ એન્જિનિયર એસો. દ્વારા પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ રદ કરવાની માંગ


SHARE







મોરબી સિવિલ એન્જિનિયર એસો. દ્વારા પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ રદ કરવાની માંગ

મોરબી સિવિલ એન્જિનિયર એસો. દ્વારા કલેકટર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભારત સરકાર દેશના એન્જીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ લાવી રહી છે. જે મુજબ ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સિવિલ એન્જીનિયર્સની કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેક્ટિસ કરનારા સિવિલ એન્જિનિયરને રેજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તે માટે ફરજિયાત એક્ઝામ દેવી પડે છે. જેમાં ખાનગી સેક્ટરમાં કામ કરતા એન્જિનિયરની નોંધણી માટે એક્ઝામ ફરજિયાત આપવી અને પછી દર બે વર્ષે આ એક્ઝામ લેવી તેમજ દર બે વર્ષે ૨૦થી ૨૫ હજારની ફી ભરવાની જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને સરકારના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવેલ છે અને જો આવી આંટીધુટીવાળી જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવશે તો સિવિલ એન્જિનિયર રોજીરોટી વગરના થઈ જાય તેમ છે જેથી ફરજિયાત એક્ઝામ વાળા બીલને રદ કરવાની માંગ કરી છે. અને જો આમ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News