મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ કિશોરભાઇ ચિખલીયાએ મેડીકલ કોલેજ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી-મુખ્યમંત્રીને કરી રજૂઆત


SHARE







મોરબી જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ કિશોરભાઇ પ્રેમજીભાઇ ચિખલીયાએ મેડીકલ કોલેજ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી-મુખ્યમંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય આરોગ્યમંત્રી સહિતનાઓને પત્ર લખીને મોરબીને ફાળવવામાં આવેલી સરકારી મેડિકલ કોલેજ યથાવત રાખવા માટે માંગ કરી છે.

કિશોરભાઇ ચીખલીયાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને લેખિતમાં કરેલી રજૂઆતમાં રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે, મોરબી જીલ્લામાં GMERS કક્ષાની મેડિકલ કોલેજ ફાળવવામાં આવેલ તે યથાવત રાખવામાં આવે તેવી પ્રજાની પ્રચંડ માંગ છે.મોરબી જિલ્લાને અન્ય જિલ્લાઓની સાથે GMERS કક્ષાની મેડિકલ કોલેજ મંજુર કરવામાં આવેલ હતી જોકે બાદમાં આ નિર્ણયમાં ફેરફાર કરી બ્રાઉન ફિલ્ડ કક્ષાની મેડિકલ કોલેજ મંજુર કરવામાં આવી અને તે પણ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત અને અત્રેની GMERS મેડિકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવવામાં આવેલ છે.મોરબી જિલ્લાના તમામ લોકોના પ્રતિનિધિ તરીકે લોક લાગણીને માન આપીને કિશોરભાઇએ ઉચ્ચકક્ષાએ વિનંતી સહ રજૂઆત કરતા જણાવેલ છે કે મોરબી જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝનો ખુબ જ ઝડપી વિકાસ થઇ રહેલ છે જેમાં ભારતના ઘણાખરા રાજયોના મજુરો-કારીગરોનુ પ્રમાણ ઘણું હોય તેઓને અકસ્માત સમયે સારી સારવાર પણ મળી રહે તેમજ કાંઠાળ વિસ્તાર હોય મોરબી જિલ્લાના લોકપ્રતિનિધિઓ ધ્વારા તેમજ વહિવટી માળખાના સંકલનથી મોરબીમાં વિશાળ જગ્યા ઉપર મેડિકલ કોલેજ માટે ફાળવેલ છે.મોરબી હાલમાં મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલો પણ પ્રમાણમાં ઓછી છે.આવા સંજોગોમાં મોરબી જિલ્લામાં GMERS મેડિકલ કોલેજની ખાસ જરૂર છે.તો આ અંગે ફેર વિચારણા કરી મોરબી જિલ્લાને GMERS મેડિકલ કોલેજ ફાળવવા લોકલાગણીને માન આપી ફેરવિચારણા કરવામાં આવે તેવી એક લોકપ્રતિનિધિ તરીકે કિશોરભાઇએ પજૂઆત કરેલ છે.તેમજ જો સરકારને બદલે અન્ય કોઈ ટ્રસ્ટ કે ખાનગી લોકોના હાથમાં મેડીકલ કોલેજ આવશે તો તેના લીધે લોકો લુંટાશે અને મોંઘુદાટ મેડીકલ શિક્ષણ સામાન્ય પરીવારના બાળકોને મળી શકશે નહીં અને સામાન્ય માણસના બાળકો માટે ડોક્ટર બનવું મુશ્કેલ બની જશે આવું ન બને તે માટે મોરબી જિલ્લાને અગાઉ મંજુર થયા મુજબ સરકારી મેડિકલ કોલેજ મળે તેવી માંગ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ કરેલ છે.






Latest News