મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં જીઆઈડીસી પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક ઝડપાયો : એકની શોધખોળ


SHARE







મોરબીમાં જી.આઈ.ડી.સી પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક ઝડપાયો : એકની શોધખોળ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જી.આઇ.ડી.સી પાસે રામનાથ પાન નજીક જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો હતો જેથી કરીને પોલીસે 5850 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને અમદાવાદના એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રામનાથ પાન નજીક જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે લાઇવ ગુરુ ઓનલાઈન એપ્લિકેશનમાં લાઈવ મેચ જોઈને પંજાબ અને સનરાઈઝ ક્રિકેટ ટીમની મેચ પર સટ્ટો રમતા મહેશ સવજીભાઈ પનારા જાતે પટેલ (ઉંમર 42) રહે ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર 3 મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 850 રૂપિયા રોકડા અને પાંચ હજાર રૂપિયાની કિંમત નો મોબાઇલ મળીને 5850 રૂપિયાના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ શખ્સ પાસેથી હાલમાં અમદાવાદના નિશિતભાઈ હિંમતભાઈ નામના શખ્સનું નામ સામે આવ્યુ હોય તેની ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News