મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી'ના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...' પુસ્તકનું વિમોચન કરાયું


SHARE







મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી'ના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...' પુસ્તકનું વિમોચન કરાયું

મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી'ના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...' પુસ્તકનો વિમોચન સમારોહ ગુજરાત બાલ સાહિત્ય અકાદમીના સ્થાપક યશવંત મહેતાની હાજરીમાં યોજાયો હતો મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક અને કવિ સંજય બાપોદરિયા 'સંગી'ના બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...' પુસ્તકનો વિમોચન સમારોહ મોરબીની તાલુકા શાળા નં.૧ ખાતે યોજાયો હતો અને  કવિ 'સંગી'નું આ બીજું બાળકાવ્યસંગ્રહનું પુસ્તક પ્રકાશિત થયું છે. આ અગાઉ વર્ષ ૨૦૧૮ માં તેમનું પ્રથમ બાળકાવ્ય સંગ્રહ પુસ્તક 'પતંગિયું કેવું મજાનું!' પ્રકાશિત થયું હતું.

 આ પુસ્તક વિમોચન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે બાલ સાહિત્ય અકાદમીના સ્થાપક, અગ્રણી સર્જક,નવલકથાકાર,અનુવાદક, સંપાદક અને પત્રકાર એવા યશવંત મહેતા, મોરબીના નિષ્ણાત બાળરોગ તબીબ અને સાહિત્યકાર/લેખક ડૉ. સતીશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભરતભાઈ એમ.સોલંકી, શિક્ષક અને હાસ્ય-વ્યંગ લેખક એવા ડૉ. અમૃત કાંજિયા તેમજ કવિ-લેખક શૈલેષ કાલરિયા ખાસ ઉપસ્થિત રહ્યાં આ ક્ષણે કેળવણીકાર ડૉ. હાજીભાઈ બાદી, ગઝલકાર કાયમ અલી હજારી અને પુસ્તક પ્રેમી એવા ઘનશ્યામભાઈ ડાંગરનો શુભેચ્છા સંદેશ મળ્યો હતો આ સમારોહ અંતર્ગત મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ નિતેશભાઈ એન. રંગપડિયા, મોરબી મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, મોરબી જિલ્લા શૈક્ષીક સંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામી, યોગેન્દ્રભાઈ આડેસરા, ચંદુભાઈ દલસાણિયા ,શિક્ષક અને બાળ સાહિત્ય લેખક એવા પ્રકાશ કુબાવત ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. 

આ તકે ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો દ્વારા કવિ 'સંગી'ને બાળસાહિત્ય ક્ષેત્રે તેમના અદકેરા પ્રદાન બદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કવિ 'સંગી' બાળકાવ્યો, કાવ્યો, ગીતો અને ગઝલોની રચના કરે છે. અનેક સામયિકો, મેગેઝિનો અને વર્તમાનપત્રોમાં તેમની રચનાઓ સમયાંતરે પ્રકાશિત થતી રહે છે. તેમના પ્રકાશિત થયેલ બંને બાળકાવ્ય સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમીના આર્થિક સહયોગથી પ્રકાશિત થયેલ છે. કવિ 'સંગી'નો આ બાળકાવ્ય સંગ્રહ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થાય તેવી શુભકામના સર્વે મહાનુભાવો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્ર્મનું સંચાલન શૈલેષ ઝાલરિયા અને રાજેશ મોકાસણાએ કર્યું હતું.




Latest News