હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પિસ્તોલ ફેંકી ગયેલા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE









હળવદમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પિસ્તોલ ફેંકી ગયેલા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

હળવદ માંથી પસાર થતી નર્મદાની કેનાલમાં અજાણ્યા શખ્સ પિસ્તોલ ફેંકી ગયેલ છે તે બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી પોલીસે આરોપીને શોધવા માટેની તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં સાઈફન નંબર સી.એસ.વાય. 73644 એમ પાસે ખાલી કેનાલમાં લીલી વનસ્પતિ ની વચ્ચેથી પીસ્તોલ મળી આવી હતી જે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેનાલમાં પિસ્તોલ ફેંકવામાં આવેલી હોય બિનવારસી હાલમાં પોલીસે પીસ્તોલને કબજે કરી અજાણ્યા શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

બિયરના ટીન

વાંકાનેર શહેર નજીક આવેલ લુણસરીયા ફાટક પાસેથી પસાર થયેલ બાઇકને રોકીને પોલીસે ચેક કરતા બાઈક ચાલક પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ચારસો રૂપિયાની કિંમતમાં બીયર અને બાઇક નંબર જીજે 13 એપી 2836 ની કિંમત 10000 રૂપિયા 10400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સાથે જગદીશ ભીખાભાઈ મોરી જાતે વાણંદ (ઉંમર વર્ષ 22) રહે મોરથળા વાડાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News