મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીનું ગૌરવ : સીએ સીતાપરાની દેશ લેવલની સંસ્થામાં થઇ વરણી


SHARE







મોરબીનું ગૌરવ : સીએ સીતાપરાની દેશ લેવલની સંસ્થામાં થઇ વરણી

મોરબી સીએ એસોસિશનનાં પ્રમુખ સીએ વિજય સિતાપરાની ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા-દિલ્હીની અતિ મહત્વની ગણાતી બેન્કિંગ, ફાઇનાન્સ અને ઇનસ્યોરન્સ કમિટીમાં સભ્ય તરીકે નિમણુક થઈ છે. સીએ વિજય સિતાપરા મોરબી શહેરમાં છેલ્લા ૨૦ વર્ષથી સીએ પ્રેક્ટિસમાં તથા ફાઇનાન્સ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.તેમજ સિરામિક ઉદ્યોગને ફાઇનાન્સ અપાવવામાં તેમનો સિંહ ફાળો છે.મોરબી જેવા નાના શહેરમાંથી આઇસીએઆઈ-દિલ્હીની સેન્ટ્રલ કમિટીમાં સ્થાન મેળવનાર તેઓ પેહલા સીએ છે તે બાબતે સીએ એસોસિશન મોરબીએ પણ ગૌરવની લાગણી અનુભવી છે.

પીપળીયા ચોકડીએ આધારકાર્ડ માટેનું સેન્ટર આપવા માંગ


મોરબીની પીપળીયા ચોકડી આસપાસના અનેક ગામોનું સેન્ટર ગણાતી બોય લોકોની સુવિધા માટે અને છેક મોરબી સુધી ધક્કો ન ખાવો પડે તે માટે આધારકાર્ડ કઢાવવા માટે ત્યાં એક નવું એક સેન્ટર ખોલી આપવામાં આવે તેવી માંગ તરઘરી ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને કરવામાં આવેલ છે. રજૂઆતમાં તેમ પણ જણાવાયેલ છે કે તરઘરી ગામના સહીત આસપાસના ૨૦ જેટલા ગામોના લોકોને આધારકાર્ડની વિવિધ કામગીરી માટે જો પીપળીયા ચોકડીએ આધારકાર્ડનું સેન્ટર ઉભુ કરવામાં આવે તો લોકોસુવિધા વધારો થાય તેમ છે






Latest News