અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

હળવદ અને વાંકાનેરમાં જુગારની બે રેડ: નવ જુગારી ૨૮૧૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE





















હળવદ અને વાંકાનેરમાં જુગારની બે રેડ: નવ જુગારી ૨૮૧૦૦ ના મુદામાલ સાથે પકડાયા

હળવદના ભવાની નગર વિસ્તારમાં અને વાંકાનેરના પુલદરવાજા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને ૨૮૧૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફ પ્રેટ્રોલીંગમાં હતો ત્યારે રતિદેવરી ગામ પાસે સીમમાં જુગાર રમતા હોવાની કુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાને બાતમી મળી હતી જેના આધારે રેઈડ કરતા ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ધીરૂભાઈ ધનાભાઈ સાબરીયા, નાથાભાઈ વાલજીભાઈ મઢેસાણીયા, મનસુખભાઈ ઉફે મનોજ પ્રભુભાઈ કારેલીયા અને રમેશભાઈ ઉર્ફે ભુપત વિભાભાઈ ફાંગલીયાની રોકડા ૧૨૯૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે

તો હળવદના ભવાની નગર વિસ્તારમાં ગોગજી ઉર્ફે ગીની નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની માહિતી સામે આવી હતી ત્યારે ઘોડીપાસાનો જુગાર રમતા ગગજીભાઈ ઉર્ફે ગીની પ્રજાપતિ, પ્રકાશગીરી ઉર્ફે પકો ગોસાઈ, અલ્તાફ મુસાભાઇ સંધિ, બજરીયો ઉર્ફે વિનાભાઈ જખાણીયા, ધર્મેશ ઉર્ફે અટલ પ્રદીપભાઈ જોશી રહે. બધા જ હળવદ વાળાની પોલીસે ૧૫૨૦૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે










Latest News