મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા તાલુકાની ટીમની પુનઃ રચના કરાઇ


SHARE







રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા તાલુકાની ટીમની પુનઃ રચના કરાઇ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ "રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ" ધ્યેય સૂત્રને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષકો અને સમાજમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય એવા હેતુથી કાર્ય કરી રહ્યું છે. આ ભગીરથ કાર્યમાં વધુ એક ડગલું આગળ વધતા ટંકારા તાલુકા ટીમની પુનઃરચના કરવામાં આવી હતી

જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા દ્વારા ટંકારા તાલુકા ટીમના જવાબદાર વ્યક્તિઓના નામની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે વર્તમાન અધ્યક્ષ ગોરધનભાઈ ચીકાણી વય મર્યાદાના કારણે નીવૃત થઈ રહ્યા હોય નવા અધ્યક્ષ તરીકે ડાયાલાલ બારૈયા, કાર્યકારી અધ્યક્ષ તરીકે રોહિતભાઈ ચીકાણી, મંત્રી તરીકે રસિકભાઈ ભાગીયા, સિનિયર ઉપાધ્યક્ષ તરીકે રમણિકભાઈ વડાવીયા,ઉપાધ્યક્ષ તરીકે ચેતનભાઈ ભાગીયા તથા ઘનશ્યામભાઈ ભોરણિયા સંગઠનમંત્રી તરીકે સતિષભાઈ પટેલ, પ્રચારમંત્રી તરીકે હીમાંશુભાઈ સરવૈયા, આંતરિક ઓડિટર તરીકે ભાવેશભાઈ સંઘાણી, કોષાધ્યક્ષ તરીકે મહેશભાઇ આદ્રોજા, સહમંત્રી તરીકે પરેશભાઈ અઘારાને દાયિત્વ સોંપવામાં આવ્યુ છે

તદુપરાંત મહિલાશક્તિને પણ સંગઠનને મજબૂત બનાવવાની જવાબદારી આપવામાં આવી છે જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા તાલુકાના મહિલા ઉપાધ્યક્ષ તરીકે જયશ્રીબેન પીપળીયા, મહિલામંત્રી તરીકે જાગૃતિબેન વડાવીયા, મહિલા સહમંત્રી તરીકે ચંદ્રિકાબેન સતિષભાઈ પટેલ, રસ્મિતાબેન વાંસજાળીયા તેમજ ધનેશ્વરીબેન પટેલની વરણી કરવામાં આવી છે આ તકે મોરબી જિલ્લા ટીમમાંથી દિનેશભાઇ વડસોલા, કિરણભાઈ કાચરોલા, હરદેવભાઈ કાનગડ, હિતેષભાઈ ગોપાણી, ચેતનભાઈ ભાલોડિયા, હિતેષભાઈ પાંચોટીયા, રાજેશભાઇ રાઠોડ તેમજ મહાદેવભાઈ રંગપડીયા હાજર રહ્યા હતા 




Latest News