મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

જુકેગા નહીં સાલા: મોરબીમાં સિરામિક યુનિટ ચલાવવા માટે નાણાં બાદ હવે ગેસની પણ લોન !


SHARE







જુકેગા નહીં સાલા: મોરબીમાં સિરામિક યુનિટ ચલાવવા માટે નાણાં બાદ હવે ગેસની પણ લોન !

સસામાન્ય રીતે નાણાની લોન લેવામાં આવે તેવું તો લોકોએ સાંભળ્યુ જ હોય છે પરંતુ મોરબીની આસપાસમાં આવેલ મોરબીના સિરામિક ઉદ્યોગમાં હવે ગેસની લોન શરૂ થઈ ગયેલ છે સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબીના ઘણા ઉદ્યોગકારો દ્વારા પોતાના સિરામિક યુનિટીમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જો કે, પ્રોપેન ગેસની સપ્લાઈની ચેન ખોરવાઈ ગઈ છે જેથી કરીને હાલમાં ઉદ્યોગકારો પોતાના કારખાનાને ચાલુ રાખવા માટે એક બીજા કારખાના પાસેથી ગેસની લોન દેશી ભાષામાં કહીએ તો વાટકી વ્યવહાર શરૂ થઈ ગયો છે અને જેમ તેમ કરીને પુષ્પા ફિલ્મ ડાયલોગ જુકેગા નહીં સાલા ની જેમ મોરબીમાં કારખાના ચાલુ રાખવા માટે જજૂમી રહ્યા છે

મોરબીની આસપાસમાં સિરામિક ઉદ્યોગ આવેલ છે અને તેમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જો કે, નેચરલ ગેસ પૂરતા પ્રમાણમાં મળતો નથી અને પ્રોપેન ગેસ તેના કરતાં સસ્તો મળે છે જો કે, છેલ્લા દિવસોથી પ્રોપેન ગેસની સપ્લાય ખોરવાઈ ગયેલ છે જેથી સિરામિક ઉદ્યોગકારો હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ૧૨૫ કરતાં વધુ કારખાનામાં નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જોકે પ્રોપેન ગેસના ટેન્કરો સમયસર આવતા નથી જેથી સિરામિક યુનિટ ચાલુ રાખવા મુશ્કેલ બની ગયા છે ત્યારે કારખાનામાં મૂકવામાં આવેલ પ્રોપેન ગેસની ટેન્ક ખાલી થઈ જાય અને નવી ટેન્ક ન આવે ત્યાં સુધી કારખાના ચાલુ રાખવા માટે કારખાનામાં ઘરમાં ચાલતા વાટકી વ્યવહારની જેમ ગેસ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને જે કારખાનેદાર પાસે વધુ ગેસનો જથ્થો હોય તે બીજાને કારખાનું ચાલુ રાખવા માટે નાણાકીય લોનની જેમ ગેસ ઉછીનો કે પછી લોનની જેમ આપે છે અને તેના થકી કારખાના ચાલુ રાખવામા આવે છે જો, આવીને આવી પરિસ્થિતી રહી તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલી વધશે તે નિશ્ચિત છે જો કે, પુષ્પા ફિલ્મ ડાયલોગ જુકેગા નહીં સાલા ની અસર સિરામિક ઉદ્યોગમાં કયા સુધી રહેશે તે તો સમય જ બતાવશે






Latest News