મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર : ભલગામ મુકામે ૧૨ મી એપ્રિલે માનવ બૌદ્ધ વિહારમાં પ્રતિમા અનાવરણ - ભીમડાયરાનું ભવ્ય આયોજન


SHARE







વાંકાનેર : ભલગામ મુકામે ૧૨ મી એપ્રિલે માનવ બૌદ્ધ વિહારમાં પ્રતિમા અનાવરણ - ભીમડાયરાનું ભવ્ય આયોજન

ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી સંદર્ભે તા. ૧૨-૪-૨૨ ના રોજ માનવ બૌદ્ધ વિહારનુ ભલગામ-ચોટીલા, સમ્યક સીનીયર સિર્ટીઝન ક્લબ આંબાવાડી, અમદાવાદ અને બાજ એન્જીનિયર્સ એસોસિયેશન-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે માનવ બૌદ્ધ વિહાર, ભલગામ, ચોટીલા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ તેમજ જાણીતા ભીમ સાહિત્યકાર ભીમ ભજનીક વિસન કાથડના "એક શામ બાબા ભીમ કે નામ' ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પ્રતિમા અનાવરણ કર્તા તરીકે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી- ગુજરાત સરકાર પ્રદિપભાઈ પરમાર તેમજ વિશેષ આમંત્રિત મહાનુભાવો તરીકે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાજય અધ્યક્ષ ડો.પ્રધુમનભાઇ વાજા, મોરબી સંસદીય વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડા, ઇડરના ધારાસભ્ય હિતુભાઇ કનોડીયા ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ અંગે મોરબી, વાંકાનેર, ચોટીલા, અમદાવાદ પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.કાયક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ માટે ભોજનની વ્યવસ્થા અમદાવાદના બિલ્ડર રમેશભાઈ મકવાણા તરફથી કરવામાં આવી છે.

માનવ બૌદ્ધ વિહારના પ્રમુખ અજીતભાઈ બેવડા અને સમ્યક સીનીયર સિટીઝન ક્લબના ચેરમેન સી.એન.અંબાલીયાના જણાવ્યા અનુસાર અહીંયા સ્વરાજ ગ્રામ વિકાસ એજયુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ (રજી.નં. ઇ- ૧૦૩૩) દ્વારા માનવ બૌદ્ધ વિહાર ખાતે અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ માટે એક આધુનિક શૈક્ષણિક સંસ્થા તૈયાર કરવાની નેમ તેઓ ધરાવે છે.જેમાં સૌપ્રથમ નિવાસી ભીમશાળા નિર્માણ કરાશે અને સમયાંતરે લાયબ્રેરી, ધ્યાન હોલ અને અન્ય શૈક્ષણિક સુવિધા ઉભી કરાશે.આ માટે સમાજના શ્રેષ્ઠીઓને અનુદાન આપવા અનુરોધ કરાયો છે. સમારોહની સફળતા માટે સંસ્થાના પ્રમુખ અજીતકુમાર બેડવા, નિવૃત્ત ઇજનેર સી.એન.અંબાલીયા, નિવૃત આઈ.આઈ.એસ.અધિકારી વી.એમ.વણોલ સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.આયોજકોએ કાર્યક્રમમાં ભાગ લેવા સમગ્ર ગુજરાતના બહુજનોને અપીલ કરી છે.સમારોહ આગામી તા.૧૨-૪ ને મંગળવારે

સાંજે ૫ વાગ્યે માનવ બૌધ્ધ વિહાર, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે, વાંકાનેર બાઉન્ડ્રીથી અડધા કિલોમીટરના અંતરે, ૬૬ કે.વી. પાવર હાઉસની બાજુમાં, મુ.ભલગામ, તા.વાંકાનેર, જી.મોરબી ખાતે યોજાશે.અનુદાન માટે બેન્ક એકાઉન્ટ Swaraj Gram Vikas Education & Charitable Trust, Bhalgam State Bank of India (Mesariya) A/c. No.:32621646372 IFSC Code : SBIN0060311 માં અથવા અજીતભાઇ બેડવા (મો.૯૫૮૬૩ ૨૩૩૩૨) કે સી.એન.અંબાલીયા (મો.૯૮૨૫૧ ૬૫૬૦૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News