વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી ખાતે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત આઈ.ટી.આઈ. ના કોર્ષમાં પ્રવેશ શરૂ


SHARE







મોરબી ખાતે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત આઈ.ટી.આઈ. ના કોર્ષમાં પ્રવેશ શરૂ

ભારત સરકારના Skill Hub Initiative (SHI) નામના પ્રોજેકટ અંતર્ગત MSDE/NSDC ના માધ્યમથી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે  National Skill Qualification Framework (NSQF) કક્ષાના ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ટુંકા ગાળાના વ્યવસાય શરુ કરવામાં આવશે

મોરબી આઈ.ટી.આઈ. ખાતે શરુ કરવાના થતા વ્યવસાય ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક)માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ–૫ પાસ, વ્યવસાયનો સમય ગાળો ૨૫૦ કલાક છે. ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કોમ્પ્યુટર) માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ–૧૦ પાસ અને વ્યવસાયનો સમય ગાળો ૪૦૦ કલાક છે. આ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની વયમર્યાદા ૧૫ થી ૨૯ વર્ષ છે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે ઉપરોક્ત કોર્ષમા પ્રવેશ મેળવવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રકીયા શરૂ કરી દેવામાં આવેલ છે.

વ્યવસાયોમાં તાલીમ  મેળવવા માટે સરકાર દ્વારા ટ્યુશન ફી નિશુલ્ક  નિયત કરવામાં આવેલ છે. જે ઉમેદવારો ટુકા સમયમાં રોજગારી/સ્વરોજગારી મેળવવા ઈચ્છુક છે તેઓને ઉપરોક્ત વ્યવસાયોમાં તાલીમ લેવા ખાસ અનુરોધ કરવામા આવે છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે પોતાના શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ (વ્યવસાયની પ્રવેશ શૈક્ષણીક લાયકાત અનુસાર), જાતીનુ પ્રમાણપત્ર,BPL કાર્ડ (જો લાગુ પડતું હોય તો), આધારકાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ. મોરબીનો  રૂબરૂ સંપર્ક કરવો તેમજ ૯૩૨૫૯૫૪૦૨૨, ૮૩૨૦૧૬૯૫૯૯ નંબર પર સંપર્ક કરવા આચાર્ય, ઔધોગીક તાલીમ સંસ્થા, મોરબીએ જણાવેલ છે




Latest News