ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા ઢુવા ગામ પાસેથી ૨૦ પેટી દારૂ ભરેલ બોલેરો છોડીને બે શખ્સો ફરાર


SHARE







વાંકાનેરના નવા ઢુવા ગામ પાસેથી ૨૦ પેટી દારૂ ભરેલ બોલેરો છોડીને બે શખ્સો ફરાર

વાંકાનેરના નવા ઢુવા ગામ પાસેથી પસાર થતી બોલેરો પીકઅપ ગાડીને રોકવા માટે પોલીસે કહ્યું હતું ત્યારે તે ગાડીનો ચાલક અને તેની સાથે બેઠેલ એક શખ્સ ગાડીને છોડીને ભાગી ગયા હતા ત્યાર બાદ ગાડીને ચેક કરતાં દારૂની ૨૦ પેટીઓ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩.૯૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને નાશી છૂટેલા બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

હોળી ધુળેટીના તહેવાર ઉપર દારૂનું વેચાણ વધુ થતુ હોય છે જેથી કરીને આ બદીને ડામવા માટે પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર તાલુકા પીએસઆઈ પી.જી.પનારા તથા સર્વેલન્સ ટીમના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા ત્યારે નવા ઢુવા ગામેથી એક બોલેરો પીકઅપના ચાલક પસાર થતો હતો તેને ઉભી રાખવાનો સંકેત કર્યો હતો ત્યારે તે વાહન ચાલક તથા સાથેનો ઇસમ પોલીસની હાજરી જોઈને તેનું વાહન  રેઢુ મુકી નાશી ગયેલ હતા જે બોલેરો પીકઅપ નંબર- જીજે ૩ એ ઝેડ ૬૧૦૪ ને ચેક કરતા ઠાઠામાં શાકભાજીના ખાલી કેરેટની આડાસમાં દારૂની ૨૦ પેટીઓ જેમાં ૨૪૦ દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૯૦,૦૦૦ નો દારૂ અને ગાડી મળીને ૩,૯૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને ગાડીને છોડીને ભાગી ગયેલા આરોપીઓની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News