હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર બાઇક ડિવાઇડર સાથે અથડાતા ઘવાયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીના નવલખી રોડ ઉપર બાઇક ડિવાઇડર સાથે અથડાતા ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબીના માનસર ગામનો યુવાન મોરબીથી પરત ઘર તરફ જતો હતો ત્યારે નવલખી હાઇવે ઉપર તેનું બાઇક ડિવાઇડર સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનને હાલ સારવારમાં ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના માનસર ગામે રહેતો વિશાલ ત્રિભોવનભાઈ દેત્રોજા નામનો ૨૦ વર્ષીય યુવાન મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઇ.કોલેજ બાજુથી પરત ઘર તરફ માનસર જવા નીકળ્યો હતો.ત્યારે નવલખી હાઇવે ઉપર રોકડિયા હનુમાનથી આગળ બાગબાન પાર્ટી પ્લોટ નજીક તેનું બાઇક ડિવાઇડર સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં વિશાલ દેત્રોજાને ઇજાઓ થતા અહીંની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હતો.હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી તાલુકાના લાલપર ગામનો રહેવાસી દિનેશ રાણાભાઈ સોલંકી નામનો ૨૨ વર્ષીય યુવાન લાલપર ગામની સીમમાં આવેલા લોરેન્જો વિટ્રીફાઈડ નામના કારખાના નજીકથી જતો હતો ત્યારે તાલુકા પોલીસ સ્ટાફે તેને અટકાવીને તેની અંગઝડતી લેતાં તેની પાસેથી એક બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૩૭૫ ની કિંમતની દારૂની એક બોટલ સાથે હાલમાં દિનેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે જોકે તેણે કોની પાસેથી આ બોટલ મેળવી છે..? તે દિશામાં પોલીસ તપાસ થાય તે જરૂરી છે. જ્યારે મોરબીના સામાકાંઠે વિશાલ ફર્નિચર નજીક થયેલ મારામારીના બનાવમાં વિનોદ ખીમજીભાઈ નામના 38 વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

યુવતી સારવારમાં

મોરબીના સામાકાઠે મહેન્દ્રનગર ચોકડી પાસે રહેતી પ્રિયાબેન ગુલાબરાય નાજી નામની ૨૩ વર્ષીય યુવતીએ તેના ઘેર કોઇ કારણોસર ફિનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી અને બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે. તેમજ મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામે રહેતા છગનભાઈ કુબેરભાઈ પરમાર નામના ૫૯ વર્ષીય આધેડ ઘરેથી કારખાને જવા માટે નીકળ્યા હતા અને નેશનલ હાઈવે ઉપર તેઓ ટ્રકમાં બેસીને જઈ રહ્યા હતા તે દરમ્યાનમાં તેઓ ટ્રકમાંથી નીચે પડી જતાં ઇજાગ્રસ્ત છગનભાઈ પરમારને સારવારમાં ખસેડાયા છે.






Latest News