મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેર તાલુકામાં દારૂની બે રેડ: ૧૪ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE











મોરબી અને વાંકાનેર તાલુકામાં દારૂની બે રેડ: ૧૪ બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબીના બેલા ગામે અને વાંકાનેરના માટેલ રોડ ઉપર પોલીસે દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૪ બોટલ દારૂ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને આ શખ્સો દારૂની બોટલો કયાથી લઈને આવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાંથી પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે મેઘરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા જાતે દરબાર (ઉમર ૨૫) રહે. હાલ ૐ કોમ્પ્લેક્ષ, બેલામૂળ રહે. કામરોલ તાલુકો તળાજા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

 ૬ બોટલ દારૂ

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ રેસી સીરામીક પાસેથી પસાર થઇ રહેલ બાઇક ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી ૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૧૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૨૫૦૦૦ રૂપિયાની કિંમતનો બાઇક નંબર જીજે ૧૩ એઇ ૬૦૩૩ ને કબજે કરેલ છે અને આરોપી પ્રવીણભાઈ દેવાભાઈ ઉઘરેજા જાતે કોળી (ઉમર ૨૫) રહે. માટેલ રોડ રેસી સિરામિક પાસે વાળાની ધરપકડ કરેલ છે






Latest News