મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધર્મજ ફાઉન્ડેશન દ્વારા ચોપડાનું વિતરણ


SHARE











ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધર્મજ ફાઉન્ડેશન દ્વારા ચોપડાનું વિતરણ

ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ કંપની દ્વારા ચાલી રહેલા ધર્મજ ફાઉન્ડેશન તરફથી ટંકારા તાલુકાની જબલપુર, સજનપર, કલ્યાણપર, હીરાપર, મિતાણા તેમજ વાઘગઢ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડા તેમજ પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધર્મજ ફાઉન્ડેશનનું સૂત્ર છે કે "એક હાથથી કમાઓ, હજાર હાથથી દાન કરો". જે અંતર્ગત આ સંસ્થા દ્વારા દર વર્ષે સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત ટંકારા તાલુકાની જબલપુર, સજનપર, કલ્યાણપર, હીરાપર, મિતાણા અને વાઘગઢ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા આશરે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા અને પેન આપવામાં આવ્યા હતા. આ વિતરણ દરમ્યાન ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ કંપનીના રાજકોટના સેલ્સ ઓફિસર કિશોરભાઈ અજુડિયા, ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, ઓમ એગ્રોમાંથી હરેશભાઇ ભાલોડિયા, ખોડિયાર એગ્રોમાંથી સતિષભાઈ ગજેરા, ન્યૂ સરદાર એગ્રીમોલ તરફથી રજનીશભાઈ ભૂત તેમજ પ્રકાશભાઈ ભૂત, જબલપુર પ્રા. શાળાના આચાર્ય જીતુભાઇ પટેલ, સજનપર પ્રા.શાળાના આચાર્ય અલ્પેશભાઈ પૂજારા, કલ્યાણપર પ્રા.શાળાના આચાર્ય વિનોદભાઈ સુરાણી, હીરાપર પ્રા.શાળાના આચાર્ય રીટાબેન ભોજાણી, મિતાણા તા.શાળાના આચાર્ય કિરણબેન વસોયા, વાઘગઢ પ્રા.શાળાના આચાર્ય રમણિકભાઈ તેમજ તમામ શાળાના શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.






Latest News