મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ બેફામ વાણી વિલાસ પછી મામલો પહોચ્યો એસપી સમક્ષ


SHARE











મોરબીમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ બેફામ વાણી વિલાસ પછી મામલો પહોચ્યો એસપી સમક્ષ

મોરબીમાં રહેતા જમીનના ઝઘડાને લઈને છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણ ગરમાયું છે અને ખાસ કરીને આજે સવારથી મોરબીના સોશ્યલ મીડિયામાં જમીન મકાનના ધંધાર્થી અને યુવા રાજકીય આગેવાન વચ્ચે થયેલ બેફામ વાણી વિલાસનો ઓડિયો વાઇરલ થયો છે જેથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે જમીન મકાનના ધંધાર્થી દ્વારા હાલમાં એસપીને અજય લોરીયાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની લેખિતમાં અરજી કરવામાં આવી છે

મોરબીના રવાપર ગામે યોગીરાજ એપાર્ટમેંટમાં રહેતા વિનોદભાઇ તળશીભાઈ અઘારાએ હાલમાં એસપીને લેખિતમાં અરજી કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હું જમીન મકાનનું કામકાજ કરૂ છું અને શુક્રવારે રાત્રી ૧૦:૦૦ વાગ્યાની આસપાસ મને મારા મોબાઈલમાં ૯૩૧૩૪ ૩૩૩૩૩ નંબર ઉપરથી ફોન આવેલ હતો અને મોરબીમાં રહેતા અજય લોરીયાએ તે ફોન ઉપર બીભત્સ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને વારંવાર ફોન કરતા હતા ત્યારે મે કહેલ કે, હું બહાર છુ માટે રાત્રે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ મારા ઘરે ત્રણ ગાડી લઈને આશરે ૧૦ થી ૧૫ અસામાજીક લોકોને લઈ અજય લોરીયા તેમજ નિર્મલ કાનગડ રહે. જસાપર વાળા આવ્યા હતા અને મારા પત્નિને અને મારા પરિવારને ઘરમાં જઈને બીભત્સ ગાળો આપેલ હતી તેમજ કહેલ કે, તારા ઘરવાળાને ગોતીને આજે એને પતાવી દેવો છે

વધુમાં વિનોદભાઇ અઘારાએ જણાવ્યુ  છે કે, તેના ફલેટ નીચે ત્રણ ગાડી રાખીને આ શખ્સો ત્યાં બેઠા હતા અને તેના પત્નિએ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને ફોન કર્યો હતો જેથી એક પોલીસ વાન ત્યાં આવેલ હતી અને આ લોકો જતા રહેલ હતા અને ૧૨:૦૦ વાગ્યે ફોન પીઆઇને ફોન કરીને કીધેલ હતુ કે, આ લોકો વારંવાર ફલેટ નીચે ગાડીઓ લઈને ચકકરો મારે છે ત્યાર બાદ પોલીસે આખી રાત ત્યાં ચોકી પહેરો કરીને રક્ષણ આપેલ હતુ તેના ફલેટ નીચે સીસીટીવી ફુટેજમાં તમામ લોકો અને ગાડીઓ નજરે દેખાઈ છે જેથી કરીને અજય લોરીયા અને ગુંડા ટોળકી સામે રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરી છે અને આ શખ્સોની સામે કાયદેસરના પગલા લેવાની પણ માંગ છે અને એસપી કચેરી પાસે જ અનસન અને ધરણા ઉપર બેસી જવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News