મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં છૂટા રખડતા ઘોડાને લઈ જવાનું કહેતા યુવાનને ચાર શ્ખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં છૂટા રખડતા ઘોડાને લઈ જવાનું કહેતા યુવાનને ચાર શ્ખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાઇન્સનગરમાં ઘોડો છૂટો રખડતો હતો જેથી કરીને ઘોડાના માલિકના ભાઈને તે ઘોડાને લઈ જવા માટે કહ્યું હતું જે સારું નથી લાગતા ચાર શખ્સો દ્વારા યુવાનને ઘરે આવીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને બનેલા યુવાને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા બાઇપાસ રોડ ઉપર આવેલા લાઇન્સનગર શેરી નં-૧ ની અંદર રહેતા દિનેશભાઈ મંગાભાઈ શિયાળ જાતે ભરવાડ (ઉંમર ૩૬)એ હાલમાં તે વિસ્તારની અંદર જતા નવઘણભાઈ મોહનભાઈ ભરવાડ, પોપટભાઈ ઉર્ફે પી.કે. કેશવભાઈ મેર, વિપુલભાઈ ધારાભાઈ રબારી અને ભરતભાઈ ભીમશીભાઇ આંબલીયાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે નવઘણભાઈ મોહનભાઈ ભરવાડનો ઘોડો શેરીમાં છૂટો રખડતો હતો જેથી કરીને શેરીમાં ચાલતા જતા માણસોને હેરાન થવું પડતું હતું માટે તેને નવઘણભાઈ ભરવાડના નાના ભાઇ મનોજને ઘોડો લઈ જવા માટે થઈને કહ્યું હતું જે તે લોકોને સારું નહીં લગતા ઉપરોક્ત ચારેય શખ્સો તેના ઘરે આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા દિનેશભાઈ શિયાળ દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના જૂના બસસ્ટેન્ડ પાછળની શેરીમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ જુગારની રેડ કરતા સદ્દામભાઈ અનવરભાઇ પાયક જાતે ઘાંચી (ઉ.૨૩) રહે. જોનશનગર શેરી નં.૮ મોરબી વાળો વરલી જુગાર આંકડા લેતા મળી આવ્યો હતો અને પોલીસે તેની પાસેથી ૧૧૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News