મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર ગેરેજ સામે કાર મૂકવાની ના કહેતા વૃદ્ધે માથામાં પાઇપ ફટકાર્યો : નવ ટાંકા આવ્યા


SHARE







મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર ગેરેજ સામે કાર મૂકવાની ના કહેતા વૃદ્ધે માથામાં પાઇપ ફટકાર્યો : નવ ટાંકા આવ્યા

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર ગેરેજ ધરાવતા વૃદ્ધે પોતાની ગેરેજ પાસે કારને પાર્ક કરવાની ના પાડી હતી જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સે પોતાની કારમાંથી લોખંડનો પાઈપ કાઢીને વૃદ્ધને માથામાં ફટકાર્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા ત્યારે તેઓને માથામાં નવ ટાંકા આવ્યા હતા હાલમાં વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની ચૌહાણ શેરીમાં વોરાની નાની મસ્જિદ પાસે રહેતા અને મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર ગેરેજ ધરાવતા અબ્દુલભાઈ હાજીઅયુબભાઈ બ્લોચ જાતે મકરાણી (ઉ.૫૯) પોતાના ગેરેજે હતા ત્યારે તેઓના ગેરેજની સામેના ભાગમાં ગાડી નંબર જીજે ૩ જીસી ૦૧૫૦ વાળા વિક્રમસિંહ અજીતસિંહ ઝાલાએ પોતાની કાર પાર્ક કરી હતી જે કારને ત્યાં પાર્ક ન કરવા માટે અબ્દુલભાઈએ કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા વિક્રમસિંહ ઝાલાએ પોતાની કારમાંથી લોખંડનો પાઈપ કાઢીને અબ્દુલભાઈને માથાના ભાગે એક ઘા ફટકારી દીધો હતો અને શરીરે આડેધડ માર માર્યો હતો જેથી તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને ગગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ભોગ બનેલા અબ્દુલભાઈને સારવારમાં લઈ ગયા હતા ત્યારે તેને માથામાં નવ ટાંકા આવ્યા હતા અને તેને હાલમાં સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News