મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના યાર્ડ નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના યાર્ડ નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતાં યુવાનનું મોત

વાંકાનેર ચંદ્રપુર પાસે આવેલ માર્કેટિંગ યાર્ડ નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતાં નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે જાપા વાળી શેરીમાં રહેતા નવઘણભાઈ સામતભાઈ વાડવેલીયા જાતે કોળી (ઉંમર ૪૦) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓનો દીકરો ઉમેશ નવઘણભાઈ વાડવેલીયા (ઉંમર ૨૧) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૮૦૧૭ લઈને કેરાળા ગામના બોર્ડ તરફથી વાંકાનેર જવાના રસ્તા ઉપર પસાર થતો હતો ત્યારે માર્કેટીંગ યાર્ડના બસ સ્ટેન્ડ પાસે તેનું બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને શરીરે પણ ઇજાઓ થઇ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ ગયા હતા અને પોલીસે અકસ્માતના આ બનાવમાં મૃતક યુવકના પિતાની ફરિયાદ લઇને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News