સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા નજીકથી મળી આવેલ પાકીટ મૂળ મલીકને પરત કર્યું


SHARE





ટંકારા નજીકથી મળી આવેલ પાકીટ મૂળ મલીકને પરત કર્યું

ટંકારાથી મોરબી હાઈવે ઉપર હોટેલ નજીક પાકીટ રસ્તે પડેલું જોઈ મોરબીના યુવાને ટંકારા પોલીસ મથકે આપી ઈમાનદારી અને સામાજિક જવાબદારી નિભાવી હતી. તો ટંકારા પોલીસના એએસઆઈ ફારૂકભાઈ પટેલે પાકીટમાં રહેલ આધારકાર્ડ મારફત મુળ માલિક શોધીને પરત કર્યુ હતું.

ટંકારા તાલુકાના રાજાવડલા ગામે રહેતા અને ખાનગી શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા છૈયા રાજદીપભાઇ રાજકોટ મોરબી રોડ પર આવેલ લજાઈ નજીકની હોટલે હતા ત્યારે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે પાનકાર્ડઆધારકાર્ડએટીએમ અને પૈસા સાથેનું તેમનું પાકીટ રોડ ઉપર પડી જતા રાત્રે દશેક વાગ્યાના સુમારે મોરબીના વિશીપરાના યુવાન એજાજ મુસ્તાકભાઈ કાલડિયાને નજરે ચડતા ઈમાનદારી અને સામાજિક જવાબદારી સમજીને લજાઈ ચોકડીથી છેક પરત ટંકારા પોલીસ મથકે પહોંચીને પાકીટ મુળ માલિક સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી.ટંકારા પોલીસ સ્ટેશનના પીએસઓ અને સાઈબર ક્રાઈમ એક્સપર્ટ એએસઆઈ ફારૂકભાઈ યાકૂબભાઈ પટેલે તાત્કાલિક આધારકાર્ડ આધારે કોન્ટેક્ટ નંબર શોધીને પાકીટના મુળ માલિક એવા છૈયા રાજદીપ રહે.રાજાવડવાળાને પરત કર્યુ હતું.પાકીટ પરત આપનાર યુવકે સામાજીક જવાબદારી બખુબી નિભાવતા પીએસઆઈ એસ.એમ.રાણા સહીત પોલીસ સ્ટાફ અને પાકીટ માલીકે એજાઝભાઇની આ ઉમગા કામગીરીને બીરદાવી હતી.




Latest News