હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી આપ પાર્ટીએ ગરીબ કલ્યાણ મેળાના નામે ખોટા તાયફા કરતી ભાજપ સરકારને વિકાસના બણગા ન ફૂંકવા અને ભ્રસ્ટાચાર અટકાવવા ટકોર કરી


SHARE











મોરબી આપ પાર્ટીએ ગરીબ કલ્યાણ મેળાના નામે ખોટા તાયફા કરતી ભાજપ સરકારને વિકાસના બણગા ન ફૂંકવા અને ભ્રસ્ટાચાર અટકાવવા ટકોર કરી

ગરીબ કલ્યાણ મેળાના નામે ખોટા તાયફા કરતી ભાજપ સરકાર અને વિકાશના બણગા ફૂંકતી આ તાનાસાહી સરકાર અને ભ્રસ્ટાચારમા ખદબદતા મોરબી જિલ્લાના શાસન સામે મુખ્યમંત્રી ખાનગી તપાસ તરાવીને ભ્રષ્ટાચારિયો સામે કડકમા કડક કાર્યવાહી કરે તેવી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ગુજરાતમાં જાણે કાયદો વ્યવસ્થા જેવી કોય ચીજ નથી દિનદહાડે હત્યા, ચોરી, લૂંટ જેવા બનાવો બને છે.તાજેતરમાં જ  સુરત શહેરમાં જગજાહેર એક દીકરીની ચપ્પુ વડે હત્યા કરવામાં આવી આવા કિસ્સા રોજ બરોજ બનતા રહે છે અને  રાજકોટમાં પોલીસ ખાતું તેની કામગીરી છોડી ટપોરીની જેમ હવાલા લઇને જમીન મકાનના ખાલી કરાવવાના કામ કરી મોટું કમિશન લઇ લોકોને દબાવી દહેસ્ત ફેલાવવાનું કામ કરેલ છે..! આં સરકારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ  સદંતર નિષ્ફળ ગયેલ છે એવી જ રીતે મોરબી નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં પણ સદંતર નિષ્ફળ ગયેલ છે.તેવા આક્ષેપ ઉપરાંત મોરબી શહેરની એ ગ્રેડની મોરબી નગરપાલિકા હોય જેમાં પૂર્ણ બહુમતીથી ભાજપ સાશીત નગરપાલિકા કાર્યરત હોય પરંતુ કામ કરવાની પણ અણ આવડત અને વહીવટી જ્ઞાનની ખામીના કારણે આજ સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી શહેરને નર્કાગાર પરિસ્થિતિમાં ફેરવી નાખવામાં આવ્યું છે.આજ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા, ઉભરાતી ગટરના ગંદા પાણી, પીવાના શુદ્ધ પાણીમાં ગટરના પાણીની મિલાવટ, શેરી ગલીઓમાં અંધકાર અને અનેક જગ્યાએ ચોવીસ કલાક લાઈટો ચાલુ રાખી..! પ્રજા ઉપર આર્થીક બોઝ નાખી રહ્યા છે તેમજ  રોડ રસ્તામાં ખાડાઓ છે.

મોરબી નગરપાલિકા કામગીરી હાલમાં  શનાળા મેઈન રોડ સરદાર બાગ પાસે ચોવીસે કલાક ભૂગર્ભ ગટરના પણી છલકાય છે જેના કારણે પ્રજા પરેશાની ભોગવી રહેલ છે.મોરબી નગરપાલિકાને અનેક રજૂઆતો કરવા છતાં અંદરો અંદરના વિખવાદ ના કારણે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપી શક્તા  નથી પ્રજા પોતાના પરસેવાના પૈસાથી કરવેરા ભરે છે છતાં મોરબી નગરપાલિકા પ્રજાને સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ છે મોરબી શહેરમાં જે નવા રસ્તાઓ બનેલા  છે તે પણ  સમય મર્યાદા પહેલા તૂટી ગયેલા છે.રોડ રસ્તાના કામમાં  શાસક પક્ષ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી નબળા રોડ રસ્તા બનાવવામાં આવે છે સમય મર્યાદા પહેલા રસ્તા તુટી જાય છે. જેમકે મહેન્દ્રપરા મેઇન રોડ, વાડી વિસ્તારના રોડ, વાવડી રોડ  અને રવાપર તેમજ પાલિકા સામેના રોડ રસ્તાઓ જેવા અનેક રોડરસ્તા તૂટી ગયેલા છે આવા રોડ ઉપર અતિ  મસમોટા ખાડાઓ પડી ગયા છે અને લોકોને ચાલીને જવામાં પણ મુશ્કેલી પડે છે.

આમ મોરબી નગરપાલિકામાં તમામ વિભાગની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે જેમ કે સેનિટેશન વિભાગમાં ડોર ટુ ડોર વિભાગમાં કચરા કલેક્શન, તેમજ સફાઈ કામદારોની કાગળ પર હાજરી બતાવી શાસક પક્ષ અંદરોઅંદર ભાગ બટાઇ કરી ભ્રષ્ટાચાર આચરે છે. તેમજ ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાકટ આપી કોન્ટ્રાક્ટરને કમાવી દેવાના ભાગ રૂપે અને તેમાંથી કમિશન હડપ કરવાની આજ મોરબી નગરપાલિકામાં કામગીરી ચાલી રહી છે.તેવો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરેલ છે.એવી જ રીતે મોરબીમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલે છે તેમાં ઢોર પકડાયેલા પશુના આંકડાઓ  પણ ખોટા રજૂ કરી મસ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે આવા અનેક પ્રશ્નો સાથે ભાજપ સાશીત નગરપાલિકા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે તેમજ મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગથી માંડી તમામ ઉદ્યોગ આ સરકારના અણધડ વહીવટના કારણે પડી ભાંગ્યા છે તો સરકાર ઉદ્યોગકારો માટે યોગ્ય પગલા ભરે તેવી માંગ પણ ઉદ્યોગ સાહસિકો કરી રહ્યા છે.આજે મોરબી આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટી મોરબી દ્વારા રજૂઆત કરાયેલ છે કે ભ્રસ્ટાચાર સામે કડકમા કડક કાર્યવાહી કરી મોરબી જિલ્લાની જનતાને સારી શાસન વ્યવસસ્થા આપો તેવી માંગ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી કરી રહી છે.






Latest News