મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

 મોરબી જીલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની G.J. 36 AF નવી સીરીઝ શરૂ થશે


SHARE











 મોરબી જીલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની G.J. 36 AF નવી સીરીઝ શરૂ થશે

મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની સીરીજ GJ-36- AF- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૦૧-૦૩-૨૦૨૨ થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે. અને ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી ૮૦૦૦ તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી ૪૦૦૦૦ તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી ૧૫૦૦૦ સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા.૦૧/૦૩/૨૦૨૨ થી તા.૦૬/૦૩૦/૨૦૨૨ સુધી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૦૭/૦૩થી તા.૦૮/૦૩ સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા.૦૯/૦૩ ના રોજ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે.

ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું ત્રણ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરી આ ફોર્મ સાથે અરજી કરેલ ફોર્મ CNA અને ઇ-પેમેન્ટથી રસીદ લગાવી આરટીઓ કચેરીમાં તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ સાંજના ૪:૦૦ કલાક સુધીમાં ફોર્મને ચકાસણી અર્થે જમા કરાવવાનુ રહેશે. તા.૧૨/૦૩/૨૦૨૨ સુધી મળેલી અરજીઓ જ માન્ય રહેશે. ત્યાર બાદ મળેલી અરજીઓ દફતરે કરાવામાં આવશે. સફળ અરજદારોએ નિયત સમય મર્યાદામાં બીડની રકમનું ઈ-પેમેટ કરી ફોર્મ એ આર.ટી.ઓ. કચેરી મોરબી ખાતે જમા કરાવામાં અરજદાર નિષ્ફળ જશે તો ભરેલ રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે ત્યાર બાદ પેમેટ વગરની અરજીઓને રદ બાતલ કરવામાં આવશે. તેમ મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News