Morbi Today
મોરબીના રફાળેશ્વર ક્લસ્ટરની સીઆરસી કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ
SHARE
મોરબીના રફાળેશ્વર ક્લસ્ટરની સીઆરસી કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ
મોરબીના રફાળેશ્વર ક્લસ્ટરની સીઆરસી કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ હતી જેમાં ક્લસ્ટરની ૧૬ શાળાઓએ ભાગ લીધો હતો. અને શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના ધો. ૮ ના વિદ્યાર્થી વાટીયા નિર્મલ છેલુભાઈએ "લાવો અને તાવો" પુસ્તકની સમીક્ષા રજૂ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે .જ્યારે ધો. ૭ ના વિદ્યાર્થિની વાટીયા કુમકુમ બાબુભાઈએ "બકોર પટેલની વાતો" પુસ્તક સમીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે જે બદલ શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલ જોષી તથા રફાળેશ્વર ક્લસ્ટરના સીઆરસી કો-ઓર્ડીનેટર દીપકભાઈ નીંબારકે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. અને અભિનંદન પાઠવ્યા હતા.









