વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના સીંધાવદર-કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ


SHARE







વાંકાનેરના સીંધાવદર-કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ

રાજકોટ-સુરેન્દ્રનગર લાઇનના ડબલીકરણને લઈને મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સીંધાવદર અને કણકોટ વચ્ચે આવેલ રેલ્વે ફાટક નંબર ૧૦૧ ને કાયમી ધોરણે બંધ કરવામાં આવી રહ્યુ હોવાનું રેલ્વે વિભાગ દ્વારા જણાવવામાં આવેલ.

વધુમાં રેલ્વે વિભાગે યાદીમાં જણાવ્યું છે કે આગામી ૨૫ મી ફેબ્રુઆરીથી આ સીંધાવદર અને કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક નંબર ૧૦૧ ને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આવતા સીંધાવદર અને કણકોટ વચ્ચેના રેલ્વે ફાટક નંબર ૧૦૧ કે જે સિંધાવદર તા.વાકાનેર જી.મોરબી ખાતે આવેલું છે ત્યાં મોરબી-સુરેન્દ્રનગર-રાજકોટ લાઈનના ડબલીકરણને લઈને આગામી ૨૫ ફેબ્રુઆરીથી કાયમ માટે આ ફાટક બંધ કરવામાં આવશે નવા બનેલ અંડરબ્રિજમાંથી એટલે કે સીંધાવદર સ્ટેશન પાસેથી રોડ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે તેમ રેલ્વે વિભાગ દ્વારા યાદીમાં જણાવાયેલ છે.




Latest News