મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ઢુવા પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બે પૈકીના એકને અમદાવાદ ખસેડાયો


SHARE







મોરબીના ઢુવા પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બે પૈકીના એકને અમદાવાદ ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ટીંબડીથી લઇને વઘાસીયા ટોલનાકા સુધીના ભાગે છાશવારે વાહન અકસ્માતના બનાવો બની રહ્યા છે.કારણ કે આ ભાગમાં અનેક સિરામીક તેમજ અન્ય યુનીટો તેમજ અન્ય ધંધાદારી એકમો આવેલા છે જોકે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય રીતે અહીં સર્વે કરવામાં આવતો ન હોય અને જુદીજુદી રીતે જે પ્રમાણે સર્વિસ રોડ ઉપરથી હાઇવે ઉપર અને હાઈવે ઉપરથી સર્વિસ રોડ ઉપર જવા માટે જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે જેમાં વાહન ચાલકે ના છુટકે રોંગ સાઈડમાં ચાલવું પડે તેવા બેદરકારીભર્યા નિર્ણયોને લઈને છાશવારે વાહન અકસ્માતો થાય છે માટે અહીં પુન: સર્વે કરીને જૂવલેણ અકસ્માતો નિવારવા યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ.તે માટે એક ગામથી બીજા ગામ સુધીમાં હાઇવે ઉપર ચડવા રે ઉતરવાના તમામ રસ્તાઓ બંધ કરવા જોઈએ અને ગામની મુખ્ય જગ્યાએ સર્કલ બનાવી ત્યાંથી જ વાહનો હાઇવે ઉપર ચડે કે ઉતરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આ વાહન અકસ્માતનો સીલસીલો અટકાવી શકાય અને નિર્દોષ લોકોને અકસમાતના ભોગ બનતા પણ અટકાવી શકાય તેમ છે પરંતુ આમ કરવામાં કોઈ તસ્દી લેતું નથી માટે વધુ એક અકસ્માત બનાવનો ઉમેરો થયો છે.

જેમાં ગત મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં વાંકાનેરના ઢુઆ પાસે આવેલ વરમોરા સીરામીક પાસેથી ડબલ સવારીમાં જતા બે યુવાનોને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતાં બંને ઈજાગ્રસ્તોને પ્રથમ અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી એકને વધુ ગંભીર ઇજાઓ હોય અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ ઉપર રહેતા અને મજૂરી કામ કરતાં જીતેન્દ્ર જીવાજીભાઈ (ઉમર ૩૩) અને મુકેશનિસાર અશોકનીસાર (ઉમર ૨૨) નામના બે યુવાનો ડબલ સવારીમાં બાઇક લઇને વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે મોડી રાતના એકાદ વાગ્યે ઢુવા પાસેના વરમોરા સિરામિક નજીક કોઈ અજાણ્યા ટ્રકચાલકે તેમના બાઈકને હડફેટે લેતા જીતેન્દ્ર અને મુકેશને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં રાબેતા મુજબ બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને જીતેન્દ્રની હાલત નાજુક જણાતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહીલે પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોય બનાવ સંદર્ભે ત્યાં જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

માથામાં નાખવાની હેર ડાઈ પી જતા સારવારમાં

મોરબીના વીસીપરામાં રહેતા અને પાણીપુરીનો ધંધો કરતાં રામનરેશ ભરતભાઈ નિસાર નામનો ૧૯ વર્ષીય પરપ્રાંતિય યુવાન માથામાં નાંખવાની હેર ડાય પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતાએ તપાસ કરતા ખૂલ્યું હતું કે ગત રાત્રીના રામનરેશને પેટમાં દુખાવો ઉપડતાં પાણીમાં જલજીરા સમજીને ભૂલથી માથામાં નાંખવાની કલર ડાયનો પાવડર પી જતાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માધાપરા વિસ્તારની શેરી નંબર-૩ માં રહેતો રમેશ પ્રેમજીભાઈ હડીયલ નામનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે કેનાલ રોડ ઉપર ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટ નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત રમેશભાઇને સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News