મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી PSI આર.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા


SHARE







મોરબી જિલ્લામાંથી PSI આર.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) થોડા સમય પહેલા રાજ્યમાં પીએસઆઇની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો જેમાં મોરબીના એક પી.એસ.આઈ.ની પણ બદલી કરવામાં આવી હતી અને આ પીએસઆઇ હજુ મોરબી જિલ્લામાં ફરજ ઉપર હતા દરમિયાન તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી હાલમાં મળી રહી છે જોકે કયા કેસમાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી હજુ મેળવાઈ રહી છે

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં અગાઉ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આર.પી. જાડેજાને થોડા સમય પહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને કંટ્રોલ ઇન્ચાર્જ તરીકે મોરબી એસપી કચેરી ખાતે મુકવામાં આવ્યા હતા દરમિયાન થોડા સમય પહેલાં રાજ્યની અંદર પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં મોરબીના પીએસઆઇ આર.પી. જાડેજાની પણ જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી હતી.જોકે હજુએ તેઓએ મોરબી જિલ્લામાં ચાર્જ મૂક્યો ન હતો દરમિયાન આજે મોરબીમાં પીએસઆઇ આર.પી. જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી હતી જેથી કરીને મોરબી જિલ્લાના પોલીસ વડા એસ.આર. ઓડેદરાની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પીએસઆઇ આર.પી. જાડેજાને હાલમાં તેઓએ સસ્પેન્ડ કર્યા છે 

જોકે, આ પીએસઆઇને કયા કારણોસર સસ્પેન્ડ કર્યા છે તે અંગેની વિગતવાર માહિતી હાલ મેળવાઈ રહી છે બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જમીન પ્રકરણના કોઇકારણે તેઓની સામે સસ્પેન્સન સુધીના પગલા લેવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી રહી છે જોકે કયા કારણસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની વિગતો આવતીકાલ સુધીમાં સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ અધિકારી અગાઉ જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોના અપહરણ સહિતના આક્ષેપો તેના ઉપર થયા હતા અને પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યુ હતુ એટલે કે કોઈને કોઈ વિવાદ તેઓની સાથે જોડાયેલો રહેતો હતો






Latest News