ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જનાર કારમાંથી પોલીસની વર્દિ સાથે દારૂ પણ મળી !: ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક અકસ્માત સર્જનાર કારમાંથી પોલીસની વર્દિ સાથે દારૂ પણ મળી !: ગુનો નોંધાયો

મોરબી હળવદ હાઈવે ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ પટેલ વિહાર હોટલ નજીકથી એકટીવા લઈને પસાર થઈ રહેલા યુવાનને કાર ચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને યુવાનને માથામાં અને પગે ઇજાઓ થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સારવાર લઈને આ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને અકસ્માત સર્જનાર શખ્સની કારમાંથી પ્લાસ્ટિકની બોટલમાં દારૂનો જથ્થો મળી આવ્યો હોવાથી કાર ચાલક સામે પ્રોહિબિશનનો પણ ગુનો નોંધાયો છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ભાયાવદરના રહેવાસી અને હાલમાં નીચીમાંડલ ગામની સીમમાં આવેલ પટેલ વિહાર હોટલ ખાતે રહેતા ઘનશ્યામભાઇ બાવજીભાઇ ધાણેજા જાતે પટેલ (ઉ.૪૦) પોતાનું એકટીવા નંબર જીજે ૩ ઇએમ ૦૮૫૩ લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ઉંચી માંડલ ગામ તરફથી આવતી ફોરવીલ કાર નંબર જીજે ૧ આરએ ૪૮૬૫ ના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને ઘનશ્યામભાઈને માથા, નાક અને પગમાં ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપર મુકીને નાસી ગયો હતો જેથી કરીને અકસ્માતના બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ ઘનશ્યામભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નં. જીજે ૧ આરએ ૪૮૬૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને જે કાર ચાલકે એક્ટિવને હડફેટે લીધી હતું તેમાથી પોલીસની વર્દિ મળી આવી હતી અને ઠંડા પાણીની પ્લાસ્ટિકની બોટલમાંથી ૧૦૦ એમએલ દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કાર ચાલકની એસએમે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News