મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાંથી એક-એક બાઈકની ચોરી


SHARE







મોરબી શહેર અને તાલુકામાંથી એક-એક બાઈકની ચોરી

મોરબીના જુના જાંબુડીયા ગામ પાસે આવેલ શક્તિપરામાં પાર્ક કરેલા એક બાઇક અને મહેન્દ્રનગર પાસે આવેલ સમર્પણ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ સોસાયટીમાથી એક બાઇકની કોઈ અજાણ્યો શખ્સે ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓએ મોરબી તાલુકા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવેલ છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં વખતે મફતિયા પરામાં રહેતા નાનુભાઇ ચોડાભાઇ ધામેચા જાતે કોળી (ઉ.૨૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના જાંબુડિયા ગામ પાસે શક્તિપરામાં દિનેશભાઈના ઘર પાસે ખુલ્લા ફળિયામાં તેઓએ પોતાનું બાઇક નં. જીજે ૩૬ એમ ૮૨૫૯ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયા છે જેથી કરીને ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં નાનુભાઈ ધામેચાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે આવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર પાસે આવેલ સમર્પણ હોસ્પિટલની પાછળના ભાગમાં વિપુલનગરની અંદર રહેતા મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉંમર ૨૫) એ પોતાનું બાઇક નં. જીજે ૩૬ એ ૦૦૯૫ પોતાન ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવેલ છે માટે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની હાલમાં મુકેશભાઈ સોલંકી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News