અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ૨૧૬ બોટલ દારૂ ભરેલી ઇકો સાથે એક ઝડપાયો, એક આરોપી ફરાર


SHARE





















વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ૨૧૬ બોટલ દારૂ ભરેલી ઇકો સાથે એક ઝડપાયો, એક આરોપી ફરાર

વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીકથી પસાર થતી ઇકો કારનો પોલીસે ફીલ્મીઢબે પીછો કર્યો હતો અને કારને પોલીસે રોકીને ચેક કરી હતી ત્યારે કારમાંથી ૨૧૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે જેથી પોલીસે ૨,૮૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક શખ્સ પોલીસને જોઈને નાશી ગયો હતો જેથી તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ ફુગીયાને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે ઇકો કારનો પીછો કરી ઇકો કાર નં. જીજે ૧૩ એબી ૬૭૯૯ ને રોકીને ચેક કરી હતી ત્યારે તે  ગાડીમાંથી ભારતીય બનાવટની દારૂની ૨૧૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૮૧,૦૦૦ નો દારૂ કાર અને મોબાઈલ મળીને ૨,૮૬,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં આરોપી નવાજભાઇ ઇસુબખાન બાઉદીનભાઇ મહેલાણી જાતે બ્લોચ (ઉ.૨૦) રહે. ચોટીલા જીલ્લો સુરેન્દ્રનગરને ઝડપી લીધેલ છે અને પોલીસને જોઈને નાશી ગયેલ આરોપી મીતેશભાઇ બટુકભાઇ રાજગોર રહે. ચોટીલા વાળાને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે તજવીજ શરૂ કરેલ છે










Latest News