મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ૨૧૬ બોટલ દારૂ ભરેલી ઇકો સાથે એક ઝડપાયો, એક આરોપી ફરાર


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ૨૧૬ બોટલ દારૂ ભરેલી ઇકો સાથે એક ઝડપાયો, એક આરોપી ફરાર

વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીકથી પસાર થતી ઇકો કારનો પોલીસે ફીલ્મીઢબે પીછો કર્યો હતો અને કારને પોલીસે રોકીને ચેક કરી હતી ત્યારે કારમાંથી ૨૧૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે જેથી પોલીસે ,૮૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક શખ્સ પોલીસને જોઈને નાશી ગયો હતો જેથી તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ ફુગીયાને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે ઇકો કારનો પીછો કરી ઇકો કાર નં. જીજે ૧૩ એબી ૬૭૯૯ ને રોકીને ચેક કરી હતી ત્યારે તે  ગાડીમાંથી ભારતીય બનાવટની દારૂની ૨૧૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૮૧,૦૦૦ નો દારૂ કાર અને મોબાઈલ મળીને ,૮૬,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં આરોપી નવાજભાઇ ઇસુબખાન બાઉદીનભાઇ મહેલાણી જાતે બ્લોચ (ઉ.૨૦) રહે. ચોટીલા જીલ્લો સુરેન્દ્રનગરને ઝડપી લીધેલ છે અને પોલીસને જોઈને નાશી ગયેલ આરોપી મીતેશભાઇ બટુકભાઇ રાજગોર રહે. ચોટીલા વાળાને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News