મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં વિજકંપનીની વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત કરાઇ


SHARE









ટંકારા તાલુકામાં વિજકંપનીની વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત કરાઇ

ટંકારા પીજીવિસીએલની બે ભાગમાં વહેંચણી કરી વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત કરવામાં આવી છે અને ટંકારા ડે. ઈજનેર આર.જી. સોજિત્રાની વિરપર પેટા વિભાગમાં મુક્યા છે તેની જગ્યાએ વાકાનેરથી ડે. ઈજનેર સી.પી. ખાંટ મુકાયા છે જેથી વિજ જોડાણ અને ગ્રાહકોની ફરિયાદ હવે તાત્કાલિક નિકાલ થશે.

ઔધોગિક વિકાસ વચ્ચે ઘરના વિજ કનેક્શન અને ખેતીવાડી કનેક્શનનો વ્યાપ વધતા ટંકારા પીજીવિસીએલ કચેરીને બે ભાગમાં વહેંચી નવા પેટા વિભાગ શરૂ કરવામાં આવ્યા છે જે હવેથી વિરપર અને ટંકારા નામે ઓળખાશે જ્યા જરુરી મહેકમ અને અધિકારીઓ કર્મચારીઓથી વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમા ટંકારા વિભાગના ડે. ઈજનેર આર. જી. સોજિત્રાની નવી વિરપર પેટા વિભાગમાં બદલી કરવામાં આવી છે જેની જગ્યાએ વાકાનેરથી ડે. ઈજનેર સી. પી. ખાંટ એ ચાર્જ સંભાળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કુલ 33 ગામડા ટંકારા હેઠળ હતા ત્યારે હવે વિરપર પેટા વિભાગમાં 14 અને ટંકારા વિભાગમાં 19 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથેજ હવે વિજળી ગુલ લોડ વધારો ધટાડો અને ફોલડ સહિતની સમસ્યા માથી ગ્રાહકોને છુટકારો મળશે અને નવા જોડાણો પણ તાત્કાલિક વિજ પુરવઠો આપી શકાશે. જોકે વિરપર નવુ બિલ્ડીંગ તૈયાર થાય ત્યા સુધી કચેરી 66 કેવી પાસે લજાઈ ચોકડી ઉપર કાર્યરત રહશે.




Latest News