વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર પીએચસીમા ડૉક્ટર “ઘેરહાજર”: દર્દીઓ રામભરોસે


SHARE







હળવદના મયુરનગર પીએચસીમા ડૉક્ટર “ઘેરહાજર”: દર્દીઓ રામભરોસે

 

હળવદ તાલુકામાં સરકારી બાબુઓ અવારનવાર અનિયમિત હોવાની ફરિયાદ ઉઠતી હોય  છે ત્યારે મયુરનગર સરકારી હોસ્પિટલમાં મહિલા તબીબ કિરણબેન શામળા અવારનવાર ગેરહાજર રહેતા હોવાનું ગામના ઉપસરપંચ વિષ્ણુભાઈ કણઝરીયાએ જણાવ્યુ છે અને મયુરનગર, રાયસંગપુર, ચાડધ્રા, ધનાળા, ધુળકોટ, સુસવાવ સહિતના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે ડોક્ટર ઘેરહાજર હોવાથી દર્દીઓ રામભરોસે હોય તેવો ઘાટ સર્જાય છે હળવદ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિહ ઝાલાએ જણાવ્યુ હતું કે, મહિલા તબીબ અવારનવાર ગેરહાજર રહેવાની ફરીયાદો દર્દીઓ પાસેથી મળી છે જેથી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાને ટેલીફોનીક રજૂઆત કરી છે અને મહિલા તબીબની જગ્યાએ અન્ય તબીબને ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News