મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં કેનાલ રોડ ઉપર નવી બનતી સાઈટ ઉપર શોર્ટ લગતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં કેનાલ રોડ ઉપર નવી બનતી સાઈટ ઉપર શોર્ટ લગતા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નવલખી ફાટક પાસે રહેતો અને કેનાલ રોડ ઉપર નવી બની રહેલ બાંધકામ સાઈટ ઉપર કામગીરી કરી રહેલા મજુર યુવાનને કામગીરી દરમ્યાન વિજ શોક લાગ્યો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ અકસ્માતના બનાવવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી ફાટક પાસે રહેતા અને કેનાલ રોડ ઉપર આવેલ સગુન હાઇટસની સામે નવી બની રહેલા સાઈટ ઉપર મજૂરી કામ કરતા દિનેશભાઈ માનસિંગભાઈ ડામોર (ઉંમર ૨૬) ને બાંધકામ સાઇટ ઉપર કામગીરી દરમ્યાન કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક દિનેશભાઈ ડામોરના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા એચ.એમ.ચાવડાએ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

પરણિતા સારવારમાં

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા આશાબેન ગોવિંદભાઈ અદગામ જાતે કોળી નામની ૨૫ વર્ષીય પરિણીતાને તેના ઘેર કોઈ બાબતે થયેલા ઝઘડામાં પતિએ છરી મારી દેતા તેણીને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં બીટ જમાદાર ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે આશાબેન પોતાના માતાના ઘરે ગયા હતા ત્યાં આવીને તેમના પતિ ગોવિંદભાઈએ અહીં કેમ આવી..? તેમ કહીને પીઠના ભાગે છરી મારી દીધી હતી જેથી કરીને આશાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા રમેશભાઇ ભીખાભાઇ ઠાકોર નામનો ૨૫ વર્ષીય યુવાન શક્તિ માતાના મંદિર પાસેથી વાહનમાં જતો હતો ત્યાં બાઈક સાથે બાઇક અથડાવાના બનેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી રમેશ ઠાકોરને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.






Latest News