મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મંત્રી મેરજાને રજૂઆત કર્યા બાદ શિક્ષકોના પગાર ભથ્થાના તફાવત માટે શિક્ષણ વિભાગે ગ્રાન્ટ ફાળવી


SHARE











મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મંત્રી મેરજાને રજૂઆત કર્યા બાદ શિક્ષકોના પગાર ભથ્થાના તફાવત માટે શિક્ષણ વિભાગે ગ્રાન્ટ ફાળવી

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૩૪૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણ અને નિવૃત્તિ બાદના લાભો માટે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં શિક્ષણ વિભાગ તરફથી તમામ જિલ્લાઓમાં ગ્રાન્ટ ફાળવેલ હતી પરંતુ શરતચૂકથી મોરબી જિલ્લામાં ગ્રાન્ટ ફાળવવાની બાકી રહી ગઈ હતી માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના કાર્યકર્તાઓએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ગાંધીનગર ખાતે મુલાકાત લઈ મોરબી જિલ્લાને ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરી હતી જેથી મંત્રીએ શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને મોરબી જિલ્લાને ગ્રાન્ટ ફાળવવા બાબતે ઘટતું કરવાની સૂચના આપેલ હતી

જેથી ડો.રાવે ત્વરિત નિર્ણય લઈ ૨.૩૪ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને હાલ કોરાના થયેલ હોય, હોમ આઇસોલેટ હોવા છતાં મોરબી જિલ્લાના શિક્ષકો માટે ગ્રાન્ટ ફાળવવામાં ખુબ જ જહેમત ઉઠાવવા બદલ મોરબી જિલ્લાના તમામ શિક્ષકો વતી બ્રિજેશભાઈ મેરજા અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ, નિયામક એમ.આઈ. જોશી, નાયબ નિયામક એમ.કે.રાવલ, પરેશભાઈ દલસાણિયા, શ્રેયાન અધિક્ષક તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી તેમજ સી.સી.કાવર વગેરેના સહિયારા પ્રયત્નોથી મોરબી જિલ્લાની પૂરક ગ્રાન્ટ મંજુર થતા તમામ પદાધિકારીઓ અને અધિકારીઓનો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ આભાર વ્યક્ત કરેલ છે






Latest News