મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરનાં કોઠારીયા ગામે મકાનમાં રેડ કરી ૪૭ બોટલો-૨૪ બીયરના ટીન કબજે કર્યા: આરોપીની શોધખોળ


SHARE







વાંકાનેરનાં કોઠારીયા ગામે મકાનમાં રેડ કરી ૪૭ બોટલો-૨૪ બીયરના ટીન કબજે કર્યા: આરોપીની શોધખોળ

વાંકાનેર તાલુકાનાં કોઠારીયા ગામે દરબારગઢ શેરીમાં રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૪૭ બોટલ દારૂ અને ૨૪ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે મુદામાલ કબજે કરેલ છે અને આરોપી ઘરે હાજર ન હોવાથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાનાં કોઠારીયા ગામે દરબારગઢ શેરીમાં રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે કોઠારીયા  ગામે રહેતા મુળરાજસિંહ ઉર્ફે કાનભા મહાવીરસિંહ ઝાલાના રહેણાક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની શીલ પેક ૪૭ બોટલો અને ૨૪ બીયરના ટીન મળી આવેલ હતા જેથી પોલીસે  ૨૧,૫૨૫ નો મુદામાલ કબજે કર્યો હતો અને હાલમાં આરોપી મુળરાજસિંહ ઉર્ફે કાનભા ઘરમાં હાજર ન મળી આવતા તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

૩૦૦ લિટર દેશી દારૂ
વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે રોડ જોધપર ગામ પાસે રોડ ઉપરથી જતી કારને રોકવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે કાર ચાલક તેની સ્વીફ્ટકાર કાર નંબર- જી.જે. ૧૩ એન ૧૭૩૧ ને છોડીને નાશી ગયો હતો જેથી પોલીસે કારને ચેક કરતાં તેમાથી દેશી દારૂ મળી આવ્યો હતો જેથી ૩૦૦ લિટર દારૂ જેની કિંમત ૬૦૦૦ રૂપિયા અને એક લાખની કાર આમ કુલ મળીને ૧,૦,૬,૦૦૦ ના મુદામાલને કબજે કરેલ છે અને કાર છોડીને નાશી ગયેલા શખ્સ સહિતનાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

૩૦૦ લિટર દેશી દારૂ
મોરબી ભકિતનગર સર્કલ પાસેથી સી.એન.જી રીક્ષા નં. જીજે ૬ એક્સ એક્સ ૨૭૦૪ પસાર થતી હતી ત્યારે તેને રોકી ચેક કરતાં તે રિક્ષામાંથી ૩૦૦ લિટર દારૂ મળી આવ્યો હતો જેથી ૬૦૦૦ નો દારૂ તેમજ ૫૦૦૦૦ ની રિક્ષા આમ કુલ મળીને ૫૬૦૦૦ ના મુદામાલ સાથે પોલીસે હાલમાં મુનાભાઇ લાલજીભાઇ વઢીયારા (ઉ.૨૦) રહે. રાજકોટ રામનાથપરા શેરીનં.૯ ઉષાબેન કોળીના મકાનમાં અને રવીભાઇ ઉર્ફે બુચીયો દેવજીભાઇ સાથલીયા (ઉ.૨૩) રહે.મોરબી વજેપરના ઝાપા પાસે વાળાની ધરપકડ કરેલ છે

 






Latest News