હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો
Breaking news
Morbi Today

મોરબી સહિત પાંચ જિલ્લામાથી હદપાર કરાયેલ મહિલા બુટલેગર ૨૫૦ લિટર દારૂ સાથે ઘરમાંથી ઝડપાઇ !


SHARE







મોરબી સહિત પાંચ જિલ્લામાથી હદપાર કરાયેલ મહિલા બુટલેગર ૨૫૦ લિટર દારૂ સાથે ઘરમાંથી ઝડપાઇ !

મોરબી જિલ્લા સહિત રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવેલ મહિલા બુટલેગરના ઘરની અંદર મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂના જથ્થા સાથે અગાઉ હદપાર કરીને પાંચ જિલ્લા બહાર મુકવામાં આવેલ મહિલા બુટલેગર ત્યાથી મળી આવી હતી અને તેની પાસેથી ૨૫૦ લિટર દેશી દારૂ પણ મળી આવેલ છે જેથી પોલીસે હાલમાં પ્રોહિબિશન અને હદપારી ભંગ સબબ ગુના નોંધીને તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોની અંદર દેશી અને વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે અને જે રીતે અન્ય ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે તેવી જ રીતે દેશી દારૂના વેચાણમાં પણ મહિલાઓ મોરબી જિલ્લાની અંદર પુરુષ સમોવડી હોય તેવું જોવા મળી રહ્યું છે અને અનેક વિસ્તારની અંદર મહિલાઓ દ્વારા દેશી દારૂ ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે ત્યારે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા (ઉંમર ૪૧) નામની મહિલા સામે દારૂના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવેલ છે અને પોલીસ તેને હદપાર મૂકી આવી હતી તેમ છતાં પણ તેના રહેણાંક મકાનની અંદર પોલીસ દ્વારા બાતમીના આધારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે હદપાર કરવામાં આવેલ સોનકી ૨૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ તેમજ હદપારીના ભંગ સબબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના લધીરપુર રોડ ઉપર રહેતા લક્ષ્મણભાઈ જાદવના પત્ની વિજયાબેન (ઉંમર ૩૭) કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને બેભાન થઇ જતાં તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News