નશાની ખેતીનો એન્ટી નાર્કોટીક્સ વિભાગે કર્યો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 300 છોડનું વાવેતર !
SHARE
નશાની ખેતીનો એન્ટી નાર્કોટીક્સ વિભાગે કર્યો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 300 છોડનું વાવેતર !
હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ અંગેની જાણ થતા એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક બે નહીં પરંતુ ગાંજાના 300 જેટલા છોડ મળી આવ્યા છે જેથી તાત્કાલિક એફએસએલ અને તોલમાપ વિભાગની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવી છે અને મળી આવેલ ગાંજાના છોડનું વજન કરવા સહિતની કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે અને તે પૂર્ણ થયા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસનો ગુનો નોંધાવવામાં આવશે
એન્ટી નાર્કોટીક્સ વીંગની ટીમ દ્વારા હળવદના ચિત્રોડી ગામે રેડ કરવામાં આવી છે અને ત્યાં ખેતરમાં એરંડાના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને સ્થળ ઉપરથી 300 જેટલા ગાંજાના છોડ મળી આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે તેના માલિક હનીફભાઈ નામના વ્યક્તિ છે અને તેઓએ આ ખેતરની જમીન ભાગવી વાવવા માટે આપી દીધેલ છે જો કે, ગાંજાની ખેતી કોણ કરી રહ્યું હતું અને કેટલા સમયથી કરવામાં આવી રહી હતી તે તપાસનો વિષય છે જો કે, હાલમાં એફએસએલની ટીમ અને તોલમાપ વિભાગની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવી છે અને જે 300 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા છે તેનું વજન કરવા માટેની અને એફએસએલની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે પૂર્ણ થયા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.