મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં મહિલા કોર્પોરેટરના પતિની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
મોરબી નજીક રૂપિયાની લેતી દેતી બાબતે માથાકૂટ કરીને વૃદ્ધની નિર્મમ હત્યા કરવાના ગુનામાં 7 આરોપીની ધરપકડ
SHARE
મોરબી નજીક રૂપિયાની લેતી દેતી બાબતે માથાકૂટ કરીને વૃદ્ધની નિર્મમ હત્યા કરવાના ગુનામાં 7 આરોપીની ધરપકડ
મોરબીના ટિંબડી ગામે રહેતા યુવાનના મામાના દીકરા સાથે ટ્રકના નાણાની લેતી દેતી બાબતે રવિવારે સાંજે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને બચાવવા માટે તેના પિતા વચ્ચે પડ્યા હતા ત્યારે વૃદ્ધને કપાળના ભાગે ધારિયાનો ઘા માર્યો હતો અને તેઓની ઉપર સ્કોર્પિયો ગાડી ચડાવીને વૃદ્ધને ઢસેડીયા હતા જેથી ગંભીર ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે નોંધાયેલ ગુનામાં મોરબી તાલુકા પોલીસે તત્કાલિક 7 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના ટિંબડી ગામે રહેતા જીગ્નેશભાઈ મુલાડીયાના મામાના દીકરા સાથે હિરેન ઘનશ્યામભાઈ ઝંઝવાડીયાને ટ્રકના નાણાંની લેતી દેતી બાબતે માથાકૂટ હતી અને તેનું મનદુઃખ ચાલતું હતું તેવામાં સમાધાન કરવાના બહાને સ્વીફ્ટ અને સ્કોર્પિયો કારમાં હિરેન સહિતના 7 આરોપીઓ આવ્યા હતા અને ત્યારે જીજ્ઞેશભાઈ તેના મિત્ર રવિ રમેશભાઈ વીંજવાડીયાની કાર જતો હોય તેઓના વાહનોને આડા ઊભા રાખીને તેની કારને રોકી હતી અને ત્યાર બાદ ધારિયા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે જીજ્ઞેશભાઈના પિતા ખોડાભાઈ જલુંભાઈ મુલાડીયા (70) જીજ્ઞેશભાઈને બચાવવા માટે વચ્ચે પડ્યા હોય તેઓને આરોપીએ કપાળના ભાગે ધારિયાનો ઘા માર્યો હતો તેમજ સ્કોર્પિયો ઉપર ચડાવી દઈને ઢસેડીયા હતા જેથી તેઓને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજયું હતું અને આ બનાવમાં સાહેદ રવિની કારમાં નુકશાન કર્યું હતું અને તેને માર મારીને નાકના ભાગે ફેક્ચર જેવી ઈજા કરેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા આ બનાવ સંદર્ભે ટિંબડી ગામે રહેતા જીગ્નેશભાઈ ખોડાભાઈ મુલાડીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 7 શખ્સોની સામે નામ જોગ ફરિયાદ આપી હતી જેના આધારે તાલુક પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટીમે આરોપી ભાવેશભાઈ પરસોતમભાઈ બારૈયા, હિતેશભાઈ ઘનશ્યામભાઈ ઝિંઝવાડીયા, વિનોદભાઈ પરસોતમભાઈ બારૈયા, ભરતભાઈ પરસોત્તમભાઈ બારૈયા, દશરથભાઈ પરસોતમભાઈ બારૈયા અને હિરેન ઘનશ્યામભાઈ ઝંઝવાડીયા રહે. બધા જ ટિંબડી તેમજ સુરેશભાઈ નરસીભાઈ રહે. વીસીપરા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. તેવી માહિતી મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે પત્રકાર પરિષદમાં આપી હતી.