મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં 32 લાખનો ફાળો એકત્રિત થયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા માટીના કોડિયાઓના પેકેટનું કરાયું વિતરણ


SHARE









મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા માટીના કોડિયાઓના પેકેટનું કરાયું વિતરણ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના નવ વર્ષ પુરા થાય છે અને સંસ્થા દસમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આગામી દિવાળીને ધ્યાને રાખીને ભારત ભૂમિની માટીમાંથી બનેલા માટીના કોડિયાઓના પેકેટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી સિવિલ હોસ્પિટલ પાસે કોડિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની મોરબી શહેરમાં 29/ 10 /2017 ના રોજ સ્થાપના થઈ હતી અને ખાસ કરીને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તેમના ચાર્ટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસે શરૂ કરાયેલ ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ પૂરો થતાં આ કોર્સનો લાભ લેનાર તમામ બાળકોને સુજતન કોમ્પ્યુટર સેન્ટરના સંચાલિકા હીનાબેન પરમાર તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમજ મોરબી શહેરમાં રવાપર રોડ ખાતે આવેલ ઓન્લી એન એક્સ શોરૂમના  સહયોગથી આ તમામ બાળકોને નવી બ્રાન્ડેડ કુર્તીઓ દિવાળીની ભેટ રૂપે સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાની પ્રેરણાથી આપવામાં આવી હતી.

સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદને ભરેલી એવી આ સંસ્થા દ્વારા વોકલ ફોર લોકલના સ્લોગનને અનુસરીને શહેરના કારીગરો પાસે થી જ દિવાળી માટેની વસ્તુઓ ખરીદે તે ઉદેશથી આપણી ભારત ભૂમિની માટીમાંથી બનેલા માટીના કોડિયાઓના પેકેટનું વિતરણ મોરબી સિવિલ હોસ્પિટલ પાસે કરવામાં આવ્યું હતું. મોરબી શહેરના લગભગ 1000 જેટલા લોકોએ હર્ષભેર માટીના કોડિયા દિવાળી ગિફ્ટ તરીકે સ્વીકાર્યા હતા અને આ કોડિયાથી દિવાળીના દિવસે તેમનું ઘર જગમગસે તેવી પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ સંસ્થાના હાલના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાના આર્થિક સહયોગથી સંપન્ન કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સના  સ્પોન્સર દુબઈ રહેતા નરેશભાઈ કાનજીભાઈ મેપાણી અને સુજતન કોમ્પ્યુટર સેન્ટરના સંચાલિકા હીનાબેન પરમારનો સંસ્થાના ફાઉન્ડર શોભનાબા  ઝાલા તેમજ ઇન્ડિયન લાયોનેસની ટીમે આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News