મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું
SHARE
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું
દિવાળીના પવિત્ર અને આનંદમય પર્વ નિમિત્તે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક સેવાભાવી પહેલના ભાગરૂપે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ૩૫૦થી વધુ જરૂરિયાતમંદ બાળકોને નવાં કપડાંનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે આપણે સૌ દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ કરીએ છીએ અને ઘરમાંથી નીકળતાં ઉપયોગમાં ન હોય તેવાં કપડાં જરૂરિયાતમંદ લોકોને આપીએ છીએ. આ પણ એક સારી અને સરાહનીય સેવા છે. પરંતુ જ્યારે કોઈ બાળકના હાથમાં નવું કપડું આવે છે, ત્યારે તેના ચહેરા પર જે ખુશી જોવા મળે છે, આંખોમાં જે ચમક આવે છે અને હોઠો પર જે નિર્દોષ સ્મિત છવાઈ જાય છે, તે ખરેખર અમૂલ્ય હોય છે. નવાં કપડાં જોઈને બાળકોના ચહેરા ખીલી ઊઠ્યા હતા. તેમની ખુશી અને ઉત્સાહ જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા. મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો દ્વારા બાળકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે બાળકોના ચહેરા પરનું નિર્દોષ સ્મિત જોવા મળ્યું હતું. આ સેવાકાર્યને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ દાતાઓનો મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.









