મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં 32 લાખનો ફાળો એકત્રિત થયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ સાથે મોરબી જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ઉજવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વ અન્વયે મોરબી એ.પી.એમ.સી.ખાતે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સામૂહિક ‘વંદે માતરમ્’ ગાન અને સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને વિશાળ જનમેદનીએ રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે દેશની એકતા અને અખંડિતતાના શપથ લીધા હતા. આ ઉપરાંત, સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મોરબી જિલ્લાના પ્રગતિશીલ વ્યક્તિત્વો તથા અગ્રણીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સર્વે ઉપસ્થિતોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું વર્ચ્યુઅલી પ્રસારણ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, મહાપલિકાના ચેરમેનો તેમજ ચૂંટાયેલા સભ્યો, કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, કમિશનર સંગીતા રૈયાણી, એસપી મુકેશ પટેલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લોખંડી પુરુષ સરદાર વલ્લ્ભ્ભઈ પટેલને અંજલિ અર્પણ કરી હતી.




Latest News