મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો
મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત
SHARE
મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત
મોરબીના જાણીતા સ્કિન, એસ્થેટિક અને લેસર નિષ્ણાત ડૉ. જયેશ સનારિયાને તબીબી સેવા, આરોગ્ય જાગૃતિ અને સામાજિક ક્ષેત્રે સતત અને નોંધપાત્ર યોગદાન બદલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026નો પ્રતિષ્ઠિત “Dr. K. J. Nathwani – Socio Medical Award” રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નેશનલ આઇએમએ પ્રેસિડેન્ટ ડો.અનિલ નાયક અને સ્ટેટ પ્રેસિડેન્ટ ડો. અનિલ પટેલના હસ્તે આપવામાં આવેલ હતો ત્યારે તેઓના પિતા અમુભાઈ સનારિયા અને માતા મંજુલાબેન સનારિયા પણ તેઓની સાથે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના જાણીતા ડૉ. જયેશ સનારિયાના મુખ્ય યોગદાનની વાત કરીએ તો છેલ્લા 19 વર્ષથી સ્પર્શ સ્કિન, એસ્થેટિક અને લેસર સેન્ટર મોરબી ખાતે આવેલું છે ત્યાં ત્વચા, વાળ, નખ, કોસ્મેટિક અને લેસર સારવાર ક્ષેત્રે આધુનિક સેવાઓ આપવામાં આવે છે. ખાસ કાર આઇને તબીબી વ્યવસાયને માત્ર સારવાર પૂરતો સીમિત ન રાખતા વર્ષોથી નિઃશુલ્ક નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો, શાળા-કોલેજોમાં હેલ્થ અવેરનેસ લેક્ચર આપવા માટે પણ તેઓ જાય છે, આટલું જ નહીં જરૂરિયાતમંદ દર્દીઓ, આર્મી જવાનોના પરિવારો સહિત વિવિધ વર્ગો માટે નિઃશુલ્ક અથવા રાહતદરે સારવાર તેઓ દ્વારા આપવામાં આવે છે. તેમજ વિશ્વ સોરાયસિસ દિવસ, વિશ્વ કોઢ દિવસ, વિશ્વ એઈડ્સ દિવસ, વિશ્વ રક્તપિત્ત દિવસ તથા વિશ્વ સ્કીન હેલ્થ દિવસ દરમ્યાન વિવિધ રોગો અંગે જાગૃતિ અને વિવિધ તહેવારો દરમિયાન ત્વચા અને સામાન્ય આરોગ્યની કાળજી અંગે માર્ગદર્શન તેઓ દ્વારા આપવામાં આવે છે અને મોરબી આઇએમએની વિવિધ આરોગ્યલક્ષી, સામાજિક અને જનજાગૃતિની પ્રવૃત્તિઓમાં તેઓ સતત સક્રિય યોગદાન આપે છે. તથા તેઓના તબીબી સંશોધન પત્રો તથા પોસ્ટરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રજૂ થયા છે. IMA તથા સ્પર્શ ક્લિનિકને અગાઉ પણ અનેક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના સન્માનો પ્રાપ્ત થયા છે. ઉલેખનીય છે કે, સમગ્ર ગુજરાતના 41,000 આઇએમએના સભ્યોમાંથી આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ સન્માનથી મોરબીના તબીબી ક્ષેત્રમાં ગૌરવની લાગણી પ્રસરી છે અને વિવિધ ક્ષેત્રોમાંથી ડૉ. જયેશ સનારિયાને શુભેચ્છાઓ મળી રહી છે.









