મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં 32 લાખનો ફાળો એકત્રિત થયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક ઓવરબ્રિજ ઉપર ડિવાઈડરની લોખંડની ગ્રીલ તોડીને ડિવાઈડર વચ્ચોવચ ઊભું રહ્યું !: મોટી દુર્ઘટના સહેજમાં ટળી


SHARE









મોરબી નજીક ઓવરબ્રિજ ઉપર ડિવાઈડરની લોખંડની ગ્રીલ તોડીને ડિવાઈડર વચ્ચોવચ ઊભું રહ્યું !: મોટી દુર્ઘટના સહેજમાં ટળી

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઘૂટું ગામ પાસે ઓવરબ્રિજ ઉપરથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્પરના ચાલકે કોઈ કારણસર રોડની વચ્ચે આવેલ ડિવાઈડરની લોખંડની ગ્રીલ તોડી નાખી હતી અને ડિવાઈડર વચ્ચે જઈને ડમ્પર ઉભું રહી ગયું હતું દરમિયાન ડમ્પરની ડીઝલ ટેંક તૂટી ગઈ હોવાના કારણે રસ્તા ઉપર ડીઝલ ઢોળાયું હતું. જોકે, અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી

મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રિજ ઉપરથી ડમ્પરનો ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ પણ કારણોસર ઓવરબ્રિજ ઉપરની ડિવાઈડર વચ્ચે જે લોખંડની ગ્રીલ મુકવામાં આવી હતી તે ગ્રીલ તોડીને ડમ્પર ડિવાઇડરની વચ્ચોવચ આવી ગયું હતું અને ડિવાઈડરની લોખંડની ગ્રીલ અથડાવથી કે પછી અન્ય કોઈ કારણોસર ડમ્પરના ડીઝલની ટેન્ક તૂટી ગઈ હતી જેથી ડીઝલ રોડ ઉપર ઢોળાઈ જતાં મોરબી હળવદ રોડ ઉપર ડીઝલની રેલમ છેલમ જેવો ઘાટ સર્જાયો હતો જોકે, અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ અકસ્માતના લીધે થોડીવાર માટે રસ્તા ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો ત્યારબાદ આ બનાવની તાત્કાલિક પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવીને અકસ્માત થયેલ વાહનને રોડ સાઈડમાં કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખની છે કે, મોરબી જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર બેફામ ગતિએ ડમ્પર ચાલકો પોતાના વાહન લઈને પસાર થતા હોય છે અને કેટલાક ડમ્પરોમાં તો નંબર પ્લેટ પણ નથી હોતી તેમ છતાં પણ સ્થાનિક પોલીસ, હાઈવે પોલીસ અથવા તો આરટીઓના અધિકારીને આવા ડમ્પરો કેમ દેખાતા નથી તે સૌથી મોટો સવાલ ઊભો થાય છે




Latest News